Mehul Choksi Removed From Interpol's Database:  પંજાબ નેશનલ બેંક સાથે 13000 કરોડ રૂપિયાનું ફ્રોડ આચરનારા વોન્ટેડ હીરા વેપારી મેહુલ ચોક્સીને ઈન્ટરપોલમાંથી મોટી રાહત મળી છે. ચોક્સીનું નામ ઈન્ટરપોલના રેડ નોટિસ ડેટાબેસમાંથી હટાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ લિયોનમાં હાજર એજન્સી ઈન્ટરપોલમાં દાખલ કરાયેલી અરજીના આધારે આ નિર્ણય લેવાયો છે. જો કે આ સમગ્ર ઘટનાક્રમ પર ભારતીય તપાસ એજન્સી CBI એ ચૂપ્પી સાધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હીરા વેપારીના પ્રવક્તાએ કહ્યું કે ઈન્ટરપોલ દ્વારા રેડ નોટિસ હટાવવાના નિર્ણયથી મેહુલ ચોક્સીના કિડનેપિંગના દાવાને બળ મળે છે. ભાગેડુ હીરા વેપારીએ દાવો કર્યો હતો કે ભારતીય એજન્સીઓએ તેને કિડનેપ કર્યો હતો. જો કે સરકારે તેના દ્વારા લગાવવામાં આવેલા આરોપોથી ઈન્કાર કર્યો હતો. રેડ નોટિસ 195 સભ્ય દેશ- મજબૂત ઈન્ટરપોલ દ્વારા દુનિયાભરમાં કાનૂન  પ્રવર્તન એજન્સીઓને પ્રત્યાર્પણ, આત્મસમર્પણ, કે આ પ્રકારની કોઈ કાનૂની કાર્યવાહીમાં ભાગેડુ વ્યક્તિની માહિતી મેળવવા અને અસ્થાયી રીતે ધરપકડ કરવા માટે બહાર પાડવામાં આવેલા એલર્ટનું ઉચ્ચતમ સ્વરૂપ છે. 


રેડ નોટિસ દુનિયાભરની એજન્સીઓને કોઈ મામલે વોન્ટેડ વ્યક્તિની તલાશી અને તેની ધરપકડ માટે ઈન્ટરપોલ દ્વારા બહાર પાડવામાં આવનાર એલર્ટનું ઉચ્ચતમ સ્તર છે. ઈન્ટરપોલે 2018માં ચોક્સી વિરુદ્ધ રેડ નોટિસ બહાર પાડી હતી. જો કે તે પહેલા જ ચોક્સી ભારતથી ફરાર થઈ ગયો હતો અને જાન્યુઆરીમાં એન્ટીગુઆ અને બારમુડામાં શરણ લીધી હતી. 


એક સમયે પ્રેમથી ડરતા હતા અને હવે 92 વર્ષની ઉંમરે કરશે પાંચમા લગ્ન


Gold: ચીનમાં સોનાનો આટલો મોટો ભંડાર મળ્યો કે તમે શૂન્ય ગણી ગણીને થાકી જશો!


આટલી સુંદર મહિલાને ડેટિંગ માટે નથી મળતો પુરુષ, લીધો એડલ્ટ કન્ટેન્ટનો સહારો


સૂત્રોના જણાવ્યાં મુજબ ચોક્સીએ પોતાના વિરુદ્ધ રેડ નોટિસ બહાર પાડવાની સીબીઆઈની અરજીને પડકાર્યો હતો અને આ મામલાને રાજકીય ષડયંત્રનું પરિણામ ગણાવ્યું હતું. ભાગેડુ વેપારીએ ભારતમાં જેલની સ્થિતિ, વ્યક્તિગત સુરક્ષા અને સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા. 


સીબીઆઈએ કૌભાંડમાં ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી વિરુદધ અલગ અલગ આરોપપત્ર દાખલ કરેલા છે. એજન્સીએ પોતાની ચાર્જશીટમાં આરોપ લગાવ્યો હતો કે ચોક્સીએ 7080.86 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. જેનાથી તે 13,000 કરોડ રૂપિયાથી વધુનું દેશનું સૌથી મોટું બેંકિંગ કૌભાંડ બની ગયું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube