Rupert Murdoch Love: એક સમયે પ્રેમથી ડરતા હતા અને હવે 92 વર્ષની ઉંમરે કરશે પાંચમા લગ્ન
Rupert Murdoch Love: મીડિયા મુઘલ ગણાતા કારોબારી રુપર્ટ મર્ડોક પાંચમીવાર લગ્ન કરવા જઈ રહ્યા છે. 92 વર્ષની ઉંમરે મર્ડોકે 5મીવાર લગ્નની જાહેરાત કરી છે. તેમણે 66 વર્ષની પૂર્વ પોલીસકર્મી એન લેસ્લી સ્મિથ સાથે સગાઈની જાહેરાત કરી છે.
Trending Photos
Rupert Murdoch Love: મીડિયા મુઘલ ગણાતા કારોબારી રુપર્ટ મર્ડોક પાંચમીવાર લગ્ન કરવા જઈ રહ્યા છે. 92 વર્ષની ઉંમરે મર્ડોકે 5મીવાર લગ્નની જાહેરાત કરી છે. તેમણે 66 વર્ષની પૂર્વ પોલીસકર્મી એન લેસ્લી સ્મિથ સાથે સગાઈની જાહેરાત કરી છે. બંનેની મુલાકાત કેલિફોર્નિયામાં એક કાર્યક્રમમાં થઈ હતી. સપ્ટેમ્બરમાં થયેલા આ મુલાકાત બાદ મર્ડોકે સેન્ટ પેટ્રિક્સ ડે પર સ્મિથને પ્રપોઝ કર્યું હતું. તેમના લગ્ન ઉનાળામાં થશે.
મર્ડોકે પોતાના અખબાર ન્યૂયોર્ક પોસ્ટ સાથે વાતચીતમાં જણાવ્યું કે હું પ્રેમમાં પડવાથી ડરતો હતો પરંતુ મને ખબર છે કે આ મારો છેલ્લો પ્રેમ હશે. આ સારું રહેશે. હું ખુશ છું. જાણકારી મુજબ મર્ડોક 2022માં તેમની ચોથી પત્ની જેરી હોલથી અલગ થઈ ગયા હતા. જેરી હોલ ઉપરાંત મર્ડોકે અગાઉ 3વાર લગ્ન કર્યા હતા. તેમણે ઓસ્ટ્રેલિયન ફ્લાઈટ એટેન્ડન્ટ પેટ્રીસિયા બુકર, સ્કોટલેન્ડમાં જન્મેલી પત્રકાર અન્ના માન અને ચીનની બિઝનેસવુમન વેન્ડી ડેંગને પોતાના જીવનસાથી બનાવ્યા હતા.
સ્મિથના દિવંગત પતિ ચેસ્ટર સ્મિથ હતા જેઓ એક ગાયક, રેડિયો અને ટીવી એક્ઝિક્યુટિવ રહી ચૂક્યા હતા. સ્મિથે ન્યૂઝ પેપર સાથે વાતચીતમાં જણાવ્યું કે મર્ડોકને મળવું અને તેમને પોતાના જીવનસાથી તરીકે પસંદ કરવા એ તેમના માટે ઈશ્વરની ભેટ છે. તેમણે કહ્યું કે હું 14 વર્ષથી વિધવા છું અને રૂપર્ટની જેમ મારા પતિ એક વ્યવસાયી હતા. આથી હું રૂપર્ટની ભાષા બોલું છું. અમે એક પ્રકારની ચીજોમાં વિશ્વાસ કરનારા લોકો છીએ.
મર્ડોક, 6 બાળકોના પિતા છે. આ છ બાળકો તેમની 3 પત્નીઓથી થયા છે. તેમણે કહ્યું કે અમે બંને અમારા જીવનનો બીજો ભાગ એક સાથે વિતાવવા માટે ઉત્સુક છીએ. મર્ડોકના વેપાર સામ્રાજ્યની વાત કરીએ તો તેઓ અમેરિકામાં ફોક્સ ન્યૂઝ અને યુકેમાં ટેબલોઈડ ધ સનના માલિક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે