પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ, ઈમરાનના મંત્રી સહિત 318 સાંસદ-MLA ધડાધડ સસ્પેન્ડ
પાકિસ્તાન (Pakistan) ના ચૂંટણી પંચે આવક અંગે જરૂરી જાણકારી ન આપવાના આરોપમાં 318 સાંસદો અને વિધાયકોની સદસ્યતા સસ્પેન્ડ કરી દીધી છે.
ઈસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan) ના ચૂંટણી પંચે આવક અંગે જરૂરી જાણકારી ન આપવાના આરોપમાં 318 સાંસદો અને વિધાયકોની સદસ્યતા સસ્પેન્ડ કરી દીધી છે. જેમાં ઈમરાન ખાન સરકારના મંત્રી પણ સામેલ છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવાયું છે કે આ સાંસદો અને ધાસાભ્યોએ નિર્ધારિત સમયની અંદર પોતાની વાર્ષિક આવક, સંપત્તિઓ અને જવાબદારીઓનું વિવરણ ચૂંટણી પંચમાં જમા કરાવ્યું નથી. આ સાંસદ અને ધારાસભ્યો સંસદ અને વિધાનસભાની કાર્યવાહીઓનો ભાગ બની શકશે નહીં. આ આશયની સૂચના સંસદ અને ચારેય પ્રાંતની વિધાનસભાઓના સચિવોને આપી દેવાઈ છે.
હોંશભેર પરણ્યા તો ખરા પરંતુ બે અઠવાડિયા બાદ દુલ્હન વિશે થયો ચોંકાવનારો ખુલાસો
જે મંત્રીઓની સદસ્યતા સસ્પેન્ડ થઈ છે તેમાં ઈમરાન ખાન સરકારના વિજ્ઞાન મંત્રી ફવાદ ચૌધરી અને ધાર્મિક મામલાઓના મંત્રી નૂર ઉલ હક કાદરી સામેલ છે. ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ સંસદના નિચલા ગૃહ નેશનલ એસેમ્બલીના 70 અને ઉપલા ગૃહ સેનેટના 12 સભ્યોની સદસ્યતા સસ્પેન્ડ કરાઈ છે. પંજાબ વિધાનસભાના 115, સિંધ વિધાનસભાના 40 અને ખેબર પખ્તૂનખ્વા વિધાનસભાના 60 તથા બલુચિસ્તાન વિધાનસભાના 21 સભ્યોની સદસ્યતા સસ્પેન્ડ કરાઈ છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube