મેક્સિકો:કૉકફાઈટ ક્લબમાં બુકાનીધારી હુમલાખોરોના આડેધડ ફાયરિંગમાં 6ના મોત, 14 ઘાયલ
ચિહુ આહુઆની પ્રાંતીય રાજધાનીના એક ગેરકાયદેસર કૉકફાઈટ ક્લબમાં નકાબપોશ બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલા આડેધડ ફાયરિંગમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 14 લોકો ઘાયલ થયા છે.
મેક્સિકો: ચિહુ આહુઆની પ્રાંતીય રાજધાનીના એક ગેરકાયદેસર કૉકફાઈટ ક્લબમાં નકાબપોશ બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલા આડેધડ ફાયરિંગમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 14 લોકો ઘાયલ થયા છે. ઉત્તરી મેક્સિકોના અધિકારીઓએ આ જાણકારી આપી. રાજ્યના અભિયોજન કાર્યાલયે પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે અનેક નકાબપોશ બંદૂકધારીઓએ સાંતા મારિયા કૉકફાઈટ ક્લબમાં જમા થયેલા લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધુ. અભિયોજન પક્ષે જણાવ્યું કે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા જ્યારે અન્ય બે જણે સારવાર દરમિયાન દમ તોડ્યો. ઘાયલ થયેલા લોકોમાં સાત અને 10 વર્ષના બે બાળકો સામેલ છે. આ મામલે હાલ કોઈ ધરપકડ કરાઈ નથી.
આ અગાઉ ગત 27 જાન્યુઆરીના રોજ બ્રાઝીલની એક નાઈટક્લબમાં થયેલા ફાયરિંગમાં 14 લોકોના મોત થયા હતાં. જ્યારે 6 લોકો ઘાયલ થયા હતાં. સિએરાના ફોર્ટાલેઝામાં ફોરો ડો ગાગો નામના આ નાઈટક્લબમાં હથિયારબંધ નકાબપોશોએ ત્યાં ચાલી રહેલી પાર્ટીની મજા લઈ રહેલા લોકો પર ફાયરિંગ કર્યુ હતું.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ ક્લબની દીવાલો, આસપાસના ઘરોની દીવાલો અને વાહનો પર ગોળીઓના નિશાન હતાં. 27 જાન્યુઆરીના રોજ આ ઘટના જ્યારે ઘટી ત્યારે વરસાદ ચાલુ હતો આથી ક્લબની બહાર લોહીના નિશાન પણ જોવા મળ્યા હતાં. પોલીસના જણાવ્યાં મુજબ આ એક પ્રિપ્લાન્ડ હુમલો હતો.