સોશિયલ મીડિયા પર આ પોર્નસ્ટારના મોતની અફવા ઉડતા જ ચાહકો આઘાતમાં સરી પડ્યા, જાણો શું છે મામલો
સોશિયલ મીડિયા પર આ પોર્નસ્ટારના મોતની અફવા ઉડતા જ ચાહકો આઘાતમાં સરી પડ્યા, જાણો શું છે મામલો
વોશિંગ્ટન: પોર્ન સ્ટાર મિયા ખલીફાના ચાહકોને અચાનક એટલો જબરદસ્ત ઝટકો લાગ્યો જ્યારે સોશિયલ મીડિયા પર તેના મોતની ખબર આગની જેમ વાયરલ થઈ. કોઈને કઈ સમજમાં ન આવ્યું કે અચાનક મિયાને શું થયું. જ્યારે પોર્ન સ્ટારે આ ખબરોને અફવા ગણાવી અને કહ્યું કે તે એકદમ ઠીક છે ત્યારે તેના ચાહકોને રાહત થઈ. અત્રે જણાવવાનું કે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનું સમર્થન કરીને મિયા અચાનક ચર્ચામાં આવી ગઈ હતી.
આ કારણે ઉડી મોતની અફવા
ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ મિયા ખલીફાનું ફેસબુક પેજ મેમોરિયલ પેજ (Memorial Page) માં ફેરવાઈ ગયું હતું. પેજના ટાઈટલમાં લખ્યું હતું કે 'રિમેમ્બરિંગ મિયા ખલીફા'. એટલું જ નહીં તેનું પ્રોફાઈલ પિક્ચર પણ હટાવી દેવામાં આવ્યું હતું. જેના કારણે તેના મોતની અટકળો લગાવવામાં આવી. જો કે હજુ પણ એ સ્પષ્ટ નથી થયું કે મિયાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું કે પછી કોઈ અન્ય કારણે આવું બન્યું.
હાય હાય! ઓનલાઈન ક્લાસમાં આવું થાય છે? માતાપિતા ખાસ વાંચે આ અહેવાલ...નહીં તો પસ્તાશો
મિયાએ શેર કર્યું મીમ
પોતાના મોતની ખબરો પર પોર્ન સ્ટારે રવિવારે ચૂપ્પી તોડી. તેણે ટ્વીટ કરીને જણાવ્યું કે તે સંપૂર્ણ રીતે ઠીક છે. મિયાએ ક્લાસિક ફિલ્મ Monty Python And The Holy Grail નું મીમ શેર કરતા કહ્યું કે તેના મોતની ખબરો ખોટી છે અને તેને કઈ થયું નથી. મિયાની આ ટ્વીટ બાદ તેના ચાહકોએ રાહતના શ્વાસ લીધા. પોર્ન સ્ટારના જણાવ્યાં મુજબ ફેસબુક પેજના મેમોરિયલ પેજમાં બદલાઈ ગયા બાદ તેની તમામ પોસ્ટ ગાયબ થઈ ગઈ હતી.
અગાઉ પણ ઉડી હતી અફવા
આવું પહેલીવાર નથી બન્યું કે મિયાના મોતની અફવા ઉડી. આ અગાઉ 2020માં પણ સોશિયલ મીડિયામાં પોર્ન સ્ટારના મોતની અફવા ઉડી હતી. એક ટ્વીટમાં કહેવાયું હતું કે 'ખુબ જ ચોંકાવનારા સમાચાર. મિયા ખલીફાએ આત્મહત્યા કરી લીધી છે.' નોંધનીય છે કે 28 વર્ષની મિયા ખલીફા એડલ્ટ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. જો કે હવે તેણે પોર્ન ઈન્ડસ્ટ્રીથી અંતર જાળવી લીધુ છે. મિયાએ ભારતમાં થયેલા કિસાન આંદોલનના સમર્થનમાં ટ્વીટ પણ કરી હતી. જેને કારણે તે ચર્ચામાં આવી ગઈ હતી.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube