કેલિફોર્નિયા: ટેક્નોલોજીનો ઉપયોગ લોકોનું જીવન સરળ કરવા માટે સરળ હોય છે, પરંતુ શું થાય જ્યારે ટેક્નોલોજીના લીધે લોકોની રોજીરોટી પર જ સંકટ આવી જાય? અમેરિકાની દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફ્ટ (Microsoft)એ પોતાના ડઝનો પત્રકારોને નોકરીમાંથી કાઢી મુક્યા છે અને તેમની જગ્યા આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ (artificial intelligence) સોફ્ટવેરને આપી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે કર્મચારી જે માઇક્રોસોફ્ટ ની MSN વેબસાઇટ પર ન્યૂઝ હોમપેજ અને બ્રિટનના લાખો લોકો દ્વારા દરરોજ ઉપયોગ કરવામાં આવતા edge browserને સંભાળે છે, તેમણે કહ્યું કે હવે કંપનીને તેમની કોઇ જરૂર નથી, કારણ કે હવે રોબોટ તેમનું કામ કરી શકે છે.


પીએ મીડિયા (જે પહેલા પ્રેસ એઓસિએશન હતી) દ્વારા નોકરી રાખવામાં આવેલા 27 કર્મચારીઓને ગુરૂવારે કહેવામાં આવ્યું હતું કે એક મહિનામાં તેમની નોકરી જવાની છે. કારણ કે Microsoft પોતાના હોમપેજ સમાચારોના સિલેક્શન, સંપાદન અને ક્યૂરેટ કરવા માટે મનુષ્યોને નોકરી ન આપવાનો નિર્ણય કર્યો છે.


Microsoft એ પોતાના નિવેદનમાં કહ્યું કે 'તમામ કંપનીઓની માફક અમે પણ નિયમિત રૂપથી અમારા બિઝનેસનું મૂલ્યાંકન કરીએ છીએ. જેના પરિણામ સ્વરૂપ કેટલીક જગ્યાઓ પર રોકાણ કરવામાં આવે છે અને સમયાંતરે ઉત્પાદન વધારવા માટે વ્યવસ્થામાં સુધારો કરી શકાય છે. આ નિર્ણય હાલની મહામારીના કારણે લેવામાં આવ્યો નથી. 


Microsoft જેવી અન્ય ટેક કંપનીઓ સમાચાર સંગઠનો પાસેથી તેમની સામગ્રી પોતાની વેબસાઇટ પર ઉપયોગ કરવા માટે ચૂકવણી કરે છે. પરંતુ પત્રકાર નક્કી કરે છે કે કયા સમાચાર બતાવવા છે અને કઇ રીતે રજૂ કરવાના છે. સિએટલ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર લગભગ 50 કોન્ટ્રક્ટ ન્યૂઝ પ્રોડ્યૂસર જૂનના અંત સુધી પોતાની નોકરી ગુમાવી દેશે, પરંતુ પૂર્ણકાલિક પત્રકારોની ટીમ પર કોઇ ખતરો રહેશે નહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube