તેલ અવીવઃ ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ગુરૂવારે ઇઝરાયલ તરફથી વધુ ભયાનક હુમલા જોવા મળ્યા, જ્યારે તેને ફાઇટર વિમાને સીરિયાના બે મુખ્ય એરપોર્ટ પર એર સ્ટ્રાઇક કરી દીધી. સીરિયાની સરકારી ટીવી ચેનલે જણાવ્યું કે ઇઝરાયલ-હમાસ જંગ વચ્ચે આ સીરિયા પર પ્રથમ હુમલો છે. જાણકારી પ્રમામે ઇઝરાયલે દમિશ્ક અને એલેપ્પો એરપોર્ટ પર એરસ્ટ્રાઇક કરી છે. ઇઝરાયલી હુમલાને કારણે વારંવાર એલેપ્પો અને રાજધાની દમિશ્કના એરપોર્ટ પર ઉડાનો રોકવી પડી છે. બંને યુદ્ધગ્રસ્ત સીરિયાની સરકાર દ્વારા નિયંત્રિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હુમલા ત્યારે થયા જ્યારે હમાસ અને ઇઝરાયલ વચ્ચે છઠ્ઠા દિવસે પણ ભારે ગોળીબારી જારી રહી હતી. શનિવારે હમાસના આતંકીઓએ ગાઝા સરહદ પાર કરી ઇઝરાયલમાં હુમલા કર્યાં હતા અને હજારથી વધુ નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. નોંધનીય છે કે આ હુમલા તેવા સમયે થયા જ્યારે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ઇઝરાયલના પ્રવાસે છે. આ વચ્ચે ઈરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીએ સીરિયાઈ સમકક્ષ બશર અલ-અસદની સાથે એક ટેલીફોન કોલમાં અરબ અને ઇસ્લામી દેશોથી ઇઝરાયલનો સામનો કરવામાં સહયોગ કરવાનું આહ્વાન કર્યું છે.


આ પણ વાંચોઃ હમાસના હુમલા પહેલા ઈઝરાયેલની એ 4 ભૂલ...જે ભારે પડી, આયર્ન ડોમ પણ બચાવી ન શક્યું


ઇઝરાયેલ સીરિયા પર વ્યક્તિગત હુમલાઓ પર ભાગ્યે જ ટિપ્પણી કરે છે. પરંતુ તેણે વારંવાર કહ્યું છે કે તે તેના કટ્ટર દુશ્મન ઈરાનને ક્યારેય સીરિયામાં પગ જમાવવા દેશે નહીં.


હમાસે બંધક બનાવ્યા ઇઝરાયલી નાગરિક
ઇઝરાયલે 7 ઓક્ટોબરની સવારે પોતાના હુમલા દરમિયાન બાળકોથી લઈને વૃદ્ધ મહિલાઓ સુધી, ઘણા ઇઝરાયલી અને વિદેશી નાગરિકોને બંધક બનાવ્યા હતા. હમાસે કહ્યું કે જ્યારે પણ ઇઝરાયલ કોઈ ચેતવણી વગર ગાઝામાં નાગરિકોના ઘરો પર હુમલો કરશે તો તે એક બંધકને મારવા માટે તૈયાર છે. જો ઇઝરાયલી સેના ગાઝા પટ્ટીમાં દાખલ થાય છે તો પછી આ બંધકોનો જીવ ખતરામાં હશે. આ યુદ્ધને કારણે બહુપક્ષીય સંઘર્ષ વધવાનો પણ ગંભીર ખતરો છે. ઇઝરાયલ પહેલા પણ લેબનાનથી રોકેટ હુમલા જોઈ ચુક્યું છે. જો તે સૈન્ય દળની સાથે જવાબ આપે છે તો બહુપક્ષીય યુદ્ધ અને વ્યાપક પ્રાદેશિક સંઘર્ષની સંભાવના વધી જાય છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube