Israel-Hamas War: હમાસના રોકેટ હુમલા પહેલા ઈઝરાયેલે કરેલી 4 ભૂલ...જે ભારે પડી ગઈ, આયર્ન ડોમ પણ બચાવી ન શક્યું

Israel-Hamas Conflict News: ભલે આજે ઈઝરાયલ અને હમાસના યુદ્ધનો 6ઠ્ઠો દિવસ છે. પરંતુ એ સવાલ હજુ પણ ઊભો છે કે આખરે ઈઝરાયેલ જેવા ટેક્નિકલ ખાંટુ દેશને આટલા મોટા હુમલાની ગંધ કેમ ન આવી. મોસાદ કઈ રીતે નિષ્ફળ ગઈ અને આયર્ન ડોમ સિસ્ટમની નિષ્ફળતાની શું કહાની છે. અત્રે જણાવવાનું કે ઈઝરાયેલ પર છેલ્લા 50 વર્ષનો આ સૌથી મોટો હુમલો હતો. હમાસના આતંકીઓએ ઈઝરાયેલમાં કોહરામ મચાવી દીધો. આકાશમાં એક પછી એક એમ 5000 મિસાઈલો હમાસે ઈઝરાયેલ પર છોડી. બોર્ડરની ફેન્સિંગ તોડીને તથા સમુદ્રના રસ્તે હમાસના આતંકીઓ ઈઝરાયેલના શહેરોમાં ઘૂસી ગયા. આતંકી હ વામાં ઉડતા ઉડતા પણ લોકોના ઘર સુધી પહોંચી ગયા. ઈઝરાયેલમાં હમાસના આ હુમલાએ આખી દુનિયાને ચોંકાવી દીધી. દુનિયાનો શક્તિશાળી ગણાતો દેશ ઈઝરાયેલ અને તેની જબરદસ્ત એવી ઈન્ટેલિજન્સ સિસ્ટમ મોસાદ(Mossad) હમાસના હુમલા આગળ કેવી રીતે નિષ્ફળ ગયા તે ખાસ જાણો. 

પહેલી ભૂલ

1/5
image

હમાસના પ્લાનિંગ આગળ ઈઝરાયેલની ચૂકની કહાની આ રિપોર્ટમાં જાણો. 7 સપ્ટેમ્બર શનિવારના રોજ હમાસના હુમલાના ગણતરીના સમય પહેલા જ એક એલર્ટ મળી હતી. ઈઝરાયેલ ગુપ્તચર એજન્સીઓએ ગાઝા બોર્ડર પર હરકત જોઈ હતી. જેની જાણકારી બોર્ડર પર તૈનાત સૈનિકો સુધી પહોંચાડવામાં આવી પરંતુ આ ચેતવણી પર સૈનિકોએ ન તો કોઈ એક્શન લીધુ કે ન તો રિએક્ટ કર્યું. ઈઝરાયેલની આ પહેલી અને સૌથી મોટી ભૂલ સાબિત થઈ. 

ઈઝરાયેલની બીજી ભૂલ

2/5
image

અઠવાડિયા પહેલા પણ ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ દક્ષિણમાં પગપેસારો કરી રહેલા હમાસને લઈને કોઈ નક્કર પગલાં ત્યારે પણ લીધા નહીં. ઉલ્ટું હમાસ પર ધ્યાન આપવાની જગ્યાએ ઉત્તર સરહદે લેબનોનની સરહદ પર સુરક્ષા ચુસ્ત કરાઈ. ઈઝરાયેલની આ બીજી મોટી ભૂલ હોવાનું કહેવાઈ રહ્યું છે. 

ત્રીજી ભૂલ

3/5
image

ઈઝરાયેલની ત્રીજી ભૂલ એ હતી કે થોડા સપ્તાહ પહેલા જ ઈઝરાયેલી ગુપ્તચર એજન્ટોએ હમાસના આતંકીઓનો એક ફોન કોલ ટેપ કર્યો હતો. જેમાં હમાસના આતંકી ઈઝરાયેલ પર હુમલાની વાત કરતા હતા. પરંતુ તેમણે તેના પર ધ્યાન આપ્યું નહીં. જો કે હવે ગુપ્તચર વિભાગ હમાસના હુમલા બાદ આ કોલ્સની તપાસ કરી રહ્યો છે. 

ચોથી ભૂલ

4/5
image

હમાસના હુમલા સમયે ચોથી ભૂલ દક્ષિણ સરહદ પર સેનાની કમી સાબિત થઈ. કારણ કે હમાસ પર નિગરાણી માટે ઈઝરાયેલી સેના સંપૂર્ણ રીતે  હાઈટેક કેમેરા, સેન્સર અને સેન્સરથી કામ કરતી મશીનગન્સ પર નિર્ભર હતી. આવામાં જ્યારે હમાસના આતંકી સરહદ પર થયેલી ફેન્સિંગને તોડીને ઘૂસ્યા તો ઈઝરાયેલ તેમને રોકવામાં નબળું સાબિત થયું. 

5/5
image

ઈઝરાયેલના ઈતિહાસમાં આવું બીજીવાર બન્યું છે કે જ્યારે સુરક્ષાતંત્ર આટલા મોટા પાયે ફેલ ગયું. આ અગાઉ 1973માં પણ ઈન્ટેલિજન્સ તંત્ર ફેલ ગયું હતું. હુમલો સંપૂર્ણ પ્લાનિંગ સાથે થયો તે તો નક્કી છે. હુમલા પાછળ ક્યાં ચૂક થઈ તેની તપાસ વર્ષો સુધી ચાલશે. પરંતુ લેટેસ્ટ સ્થિતિમાં ઈઝરાયેલે સૌથી વધુ પોતાની દક્ષિણ સરહદ પર ઘૂસણખોરીને વધુ કંટ્રોલમાં લેવાની જરૂર છે અને ઈઝરાયેલની અંદર ઘૂસેલા હમાસના આતંકીઓને ખદેડવાનો પડકાર છે. આ સાથે જ હમાસની કેદમાંથી પોતાના નાગરિકોને છોડાવવાનો પડકાર તેનાથી પણ મોટો છે.