તેલ અવીવઃ Israel Hamas War પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસના હુમલા બાદ ઇઝરાયલ વળતો પ્રહાર કરતા સતત એરસ્ટ્રાઇક કરી રહ્યું છે. ઇઝરાયલની જવાબી કાર્યવાહીમાં પેલેસ્ટાઈનના 2900 જેટલા લોકોના મોત થયા છે. આ વચ્ચે ઇઝરાયલે હમાસના ઘણા કમાન્ડરોને નિશાન બનાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિલાલ અલ-કેદરા ઠાર
ઇઝરાયલી એરસ્ટ્રાઇક દરમિયાન ઘણા જીવલેણ હુમલાનું નેતૃત્વ કરનાર હમાસનો એક વરિષ્ઠ કમાન્ડર ઢેર થઈ ગયો છે. આઈડીએફ (ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ) નું કહેવું છે કે નુખબા એકમના દક્ષિણી ખાન યુનિટ બટાલિયનના કમાન્ડર બિલાલ અલ-કેદરાને ઠાર કરવામાં આવ્યો છે. કેદરા ઇઝરાયલના ઘણા લોકોની હત્યાનો જવાબદાર માનવામાં આવે છે. 


નોંધનીય છે કે કેદરાને શિન બેટ સુરક્ષા એજન્સી અને મિલિટરી ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટના ગુપ્ત પ્રયાસો બાદ હવાઈ હુમલામાં માર્યો ગયો છે. કેદરાના નેતૃત્વમાં ઇઝરાયલ પર પાછલા સપ્તાહે હુમલો કરવામાં આવ્યો હતો. 


આ પણ વાંચોઃ Israel ના લોકોને સ્પર્શતો નથી કોઇ રોગ! જીવે છે 100 વર્ષ, પેરેન્ટ્સ કરાવે છે આ કામ


હમાસ કમાન્ડ સેન્ટર સહિતના ઘણા આતંકી ઠાર
આઈડીએફે કહ્યું કે ગાઝા પટ્ટીમાં રાતભર થયેલા હવાઈ હુમલામાં હમાસ અને ઇસ્લામિક જેહાદના ઘણા અન્ય આતંકીઓ માર્યા ગયા છે. આ વચ્ચે આઈડીએફે રાતભર હમાસના 100થી વધુ ઠેકાણાને નિશાન બનાવ્યા હતા. 


આ ઠેકાણામાં ઇસ્લામિક જેહાદ કમાન્ડ સેન્ટર, હમાસ કમાન્ડ સેન્ટર, સૈન્ય પરિસર, રોકેટ લોન્ચર અને એન્ટી-ટેન્ક મિસાઇલ લોન્ચ પોસ્ટ સામેલ હતા. 


અલ કાદીને પણ ઠાર કરાયો
આ પહેલા શનિવારે આઈડીએફે હમાસના કમાન્ડ દળમાંથી એક કમાન્ડર અલી કાદીને ઠાર કર્યો હતો. આઈડીએફે એક્સ પર લખ્યું- આઈડીએફે આરોપ લગાવ્યો હતો કે આતંકવાદી સમૂહ હમાસ 7 ઓક્ટોબરે ઘાતક હુમલા બાદ ઇઝરાયલના સંભવિત જમીની હુમલા પહેલા ગાઝા પટ્ટીમાં નાગરિકોને બજાર જતાં રોકી રહ્યું છે. આ વચ્ચે ઇઝરાયલી સૈનિકોને ટેન્કો અને હથિયારોની સાથે શનિવારે ગાઝા સરહદની પાસે તૈનાત કરવામાં આવ્યા હતા. જે હમાસ વિરુદ્ધ જમીની હુમલાની તૈયારી કરી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube