અમેરિકાએ ફરી આપ્યો ભારતને મજબૂત સાથ, લદાખ હિંસા મુદ્દે ચીનને લગાવી ફટકાર
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ (Mike Pompeo)એ બુધવારે કહ્યું કે પૂર્વ લદાખમાં હાલમાં જ ભારત વિરુદ્ધ ચીનની સેના દ્વારા શરૂ કરાયેલા ઘર્ષણ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના `અસ્વીકાર્ય વ્યવહાર`નું તાજુ ઉદાહરણ છે. તેમણે ટિકટોક સહિત 59 ચીની એપને પ્રતિબંધિત કરવાના ભારતના નિર્ણયની પ્રશંસા કરી અને કહ્યું કે તે ભારતના લોકોની સુરક્ષા સામે જોખમ હતી. પોમ્પિઓએ કહ્યું કે `એ મહત્વપૂર્ણ છે કે આપણા જેવા લોકતંત્ર મળીને કામ કરે, ખાસ કરીને ત્યારે જ્યારે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સ્પષ્ટ રીતે પડકારો રજુ કરી રહી છે.`
વોશિંગ્ટન: અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ (Mike Pompeo)એ બુધવારે કહ્યું કે પૂર્વ લદાખમાં હાલમાં જ ભારત વિરુદ્ધ ચીનની સેના દ્વારા શરૂ કરાયેલા ઘર્ષણ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના 'અસ્વીકાર્ય વ્યવહાર'નું તાજુ ઉદાહરણ છે. તેમણે ટિકટોક સહિત 59 ચીની એપને પ્રતિબંધિત કરવાના ભારતના નિર્ણયની પ્રશંસા કરી અને કહ્યું કે તે ભારતના લોકોની સુરક્ષા સામે જોખમ હતી. પોમ્પિઓએ કહ્યું કે 'એ મહત્વપૂર્ણ છે કે આપણા જેવા લોકતંત્ર મળીને કામ કરે, ખાસ કરીને ત્યારે જ્યારે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સ્પષ્ટ રીતે પડકારો રજુ કરી રહી છે.'
તેમણે ભારતને વિશ્વાસની કસોટી પર ખરા ઉતરેલા ગણતરીના દેશોમાંથી એક ગણાવતા કહ્યું કે ભારત એક મહત્વપૂર્ણ ભાગીદારી છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિદેશ નીતિમાં એક મહત્વનો સ્તંભ છે. તેમણે કહ્યું કે 'મને એ વાતનો ઉલ્લેખ કરતા ખુશી છે કે ભારત હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં તથા વૈશ્વિક સ્તર પર અમેરિકાનો રક્ષા અને સુરક્ષા ભાદીગાર તરીકે ઉભરી રહ્યું છે.'
પોમ્પિઓએ વધુમાં કહ્યું કે 'અમારી આધારભૂત યોજનાઓ, અમારી આપૂર્તિ શ્રૃંખલા, અમારું સાર્વભૌમત્વ અને અમારા લોકોના સ્વાસ્થ્ય તથા સુરક્ષા બધુ જોખમમાં છે. કાશ અમે તેને ખોટું કહી શકત.' તેમણે અમેરિકા ભાત વ્યવસાયિક પરિષદની વાર્ષિક ઈન્ડિયા આઈડિયાઝ સમિટના મુખ્ય સત્રને સંબોધતા આ વાત કરી.
તેમણે કહ્યું કે 'પીએલએ દ્વારા હાલમાં શરૂ કરાયેલા ઘર્ષણ સીસીપીના અસ્વીકાર્ય વ્યવહારના તાજા ઉદાહરણ છે. ભારતીય સેનાના 20 સૈનિકો હિંસક ઘર્ષણમાં શહીદ થયા જેના પર અમને ઊંડું દુ:ખ છે. મને વિશ્વાસ છે કે સતત પ્રયાસથી આપણે આપણા હિતોની રક્ષા કરી શકીએ છીએ.'
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે પૂર્વ લદાખમાં 5 મેથી વાસ્વિક નિયંત્રણ રેખા પાસે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અનેક વિસ્તારોમાં ગતિરોધ ચાલુ છે. સ્થિતિ ગત મહિના કરતા વધુ ખરાબ બની જ્યારે લદાખમાં ગલવાન ઘાટીમાં થયેલા લોહિયાળ સંઘર્ષમાં 20 જવાન શહીદ થયાં. પોમ્પિઓની ટિપ્પણી અમેરિકી રક્ષામંત્રી માર્ક એસ્પરના નિવેદનના એક દિવસ બાદ આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે વિસ્તારમાં ચીની સેના પીપલ્સ લીબરેશન આર્મી (PLA)ની આક્રમક ગતિવિધિઓ અસ્થિરતા પેદા કરવા જેવી છે.