લાખો અમેરિકન નાગરિકોના હેલ્થ ડાટા અંગે એસેન્શન સાથે ગૂગલનો કરાર, હવે ઉઠ્યા સવાલ
હકીકતમાં ગૂગલ અને એસેન્શને ભેગામળીને આરોગ્ય સેવાઓમાં સુધારણા માટે એક પ્રોજેક્ટ નાઈટેન્ગલની શરૂઆત કરી છે. બંનેએ છેલ્લા એક વર્ષમાં લાખો દર્દીઓના આરોગ્યના ડાટાનું વિશ્લેષણ કર્યું છે.
ન્યૂયોર્કઃ ગૂગલે આરોગ્ય સેવાઓ આપતી કંપની એસેન્શન સાથે કરાર કર્યો છે. કંપની અમેરિકાના 20 રાજ્યોમાં લગભગ 150 હોસ્પિટલોનું સંચાલન કરે છે. આરોપ છે કે, કંપની દ્વારા સંચાલિત આ હોસ્પિટલોમાં ઈલાજ કરાવતા દર્દીઓના ડાટાની માહિતી તેમની માહિતી વગર જ ગૂગલ ક્લાઉડ પર અપલોડ કરી દેવાઈ છે. હવે તેના અંગે વિવાદ પેદા થયો છે.
હકીકતમાં ગૂગલ અને એસેન્શને ભેગામળીને આરોગ્ય સેવાઓમાં સુધારણા માટે એક પ્રોજેક્ટ નાઈટેન્ગલની શરૂઆત કરી છે. બંનેએ છેલ્લા એક વર્ષમાં લાખો દર્દીઓના આરોગ્યના ડાટાનું વિશ્લેષણ કર્યું છે. કંપનીના અનુસાર ડાટાનો ઉપયોગ દર્દીની માહિતી ડોક્ટર સુધી સારી રીતે પહોંચાડવા માટે કરાયો છે.
મીડિયામાં આવેલા રિપોર્ટ અનુસાર એસેન્શન તરફથી એકઠો કરવામાં આવેલા ડાટામાં દર્દીનું નામ, ઉંમર, જન્મતારીખ, મેડિકલ ઈતિહાસ, તપાસ રિપોર્ટ, ઈલાજ અને દવાઓની માહિતી છે. જોકે, અમેરિકામાં દર્દીઓનો રેકોર્ડ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવતી કંપનીઓને સાથે શેર કરવાની મંજુરી છે, પરંતુ અંગત માહિતીનો ઉપયોગ કરવા સામે સવાલ ઉઠી રહ્યા છે.
જુઓ LIVE TV....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube