UN પ્રમુખની ચેતવણી ! સોશિયલ મીડિયા પરની Coronaની ભ્રામક જાણકારીઓથી મોતનો ખતરો
સંયુક્ત રાષ્ટ્ર (UN)ના પ્રમુખ એન્ટોનિયો ગુતારેસે ચેતવણી આપી છેકે વોટ્સએપ જેવા તમામ સોશિયલ મીડિયામાં COVID-19 વિશે ખોટી માહિતી શેયર કરવામાં આવી રીહી છે જેના કારણે લોકો પર ખતરો વધારે વધી ગયો છે.
નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્ર (UN)ના પ્રમુખ એન્ટોનિયો ગુતારેસે ચેતવણી આપી છેકે વોટ્સએપ જેવા તમામ સોશિયલ મીડિયામાં COVID-19 વિશે ખોટી માહિતી શેયર કરવામાં આવી રીહી છે જેના કારણે લોકો પર ખતરો વધારે વધી ગયો છે. સંયુક્ત રાષ્ટ્રે ઇન્ટરનેટ દ્વારા ફેલાઈ રહેલી આ ખોટી માહિતીનો સામનો કરવા માટે તથ્યો આધારિતી માહિતી પ્રસારિત કરવાની જાણકારી આફી છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે હાલમાં એક સંબોધનમાં કોરોના વાયરસ સાથે જોડાયેલી અનેક સ્વાસ્થ્ય સલાહો તેમજ સાપના તેલ જેવા સમાધાનની ભ્રામક વાતો પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે બીજા વિશ્વયુદ્ધ પછી COVID-19 દુનિયા સામે સાબિત થયેલું અન્ય મોટું સંકટ છે. આ એક ખોટી માહિતીને કારણે વધારે વકરી રહ્યું છે. તેમણે કહ્યું છે કે ઇન્ટરનેટ પર ખોટી માહિતીનો ઢગલો છે જેના કારણે ઇન્ટરનેટ પર સંક્રમિત થઈ રહ્યું છે અને કેટલાક ખાસ સમુહ અને લોકો પ્રત્યે ધૃણા વધી રહી છે. આખી દુનિયાએ આ બીમારી સામે લડવા એકસાથે પ્રયાસ કરવા જોઈએ અને વૈજ્ઞાનિક માહિતીનો અભિગમ અજમાવવો જોઈએ. તેમણે નિવેદન કર્યું છે કે સોશિયલ મીડિયા કંપનીઓએ પણ કોવિડ 19 મામલે કરાઈ રહેલા ખોટા દાવાઓ અને નફરત ફેલાવતી વાતોથી છુટકારો મેળવવા માટે કામ કરવું જોઈએ. હાલના તબક્કે લોકોએ ભરોસાપાત્ર પ્રશાસન અને સત્તાવાર માહિતી આપતા તંત્ર પર જ વિશ્વાસ કરવો જોઈએ.
નોંધનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પર ચીનનો પક્ષ ખેંચવાનો આરોપ લગાવીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સંસ્થાને અપાતું ફંડ રોકવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે WHOએ ચીનમાં ફેલાયેલા કોવિડ-19ની ગંભીરતાને છૂપાવી અને ત્યારબાદ તે સમગ્ર દુનિયામાં ફેલાયો. ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેઓ પોતાના પ્રશાસનને ફંડિગ રોકવાનો આદેશ આપી રહ્યાં છે. હકીકતમાં અમેરિકામાં સતત કોવિડ 19થી હાહાકાર મચી રહ્યો છે. અત્યંત કથળેલી સ્થિતિને કાબુમાં ન લઈ શકવા બદલ ટ્રમ્પની ખુબ ટીકા પણ થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube