નવી દિલ્હી: વિશ્વભરમાં ઘણી બધી મોડેલિંગ કોમ્પિટિશન અને ફેશન શો યોજાતા રહેતા હોય છે, જેમાં સહભાગીઓને તેમની પ્રતિભાના આધારે વિજેતા, પ્રથમ-રનર અપ, સેકન્ડ-રનર અપ જેવા એવોર્ડ મળે છે. એવામાં ઘણી એવી કોમ્પિટિશન પણ હોય છે, જેમાં લોકો એક એક લેવલ પાર કરીને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જાય છે અને ત્યાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે. આ ફેશન શો કે મૉડલિંગ સ્પર્ધાઓમાં પણ અલગ-અલગ કૅટેગરી પણ હોય છે. તાજેતરમાં જ એક મહિલા ડૉક્ટરે એક મોડેલિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભાગ લીધા પછી જ્યારે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી ત્યારે તેણીને 'મિસ પાકિસ્તાન યુનિવર્સલ 2022' (Miss Pakistan Universal 2022) વિજેતાનો તાજ પહેરાવવામાં આવ્યો. હવે કોણ છે આ મહિલા તબીબ, તેમના વિશે પણ જાણવા જેવું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે આ ડોક્ટર
મિસ પાકિસ્તાન યુનિવર્સલ 2022 (Miss Pakistan Universal 2022)નો ખિતાબ જીતનાર મહિલા ડૉક્ટરનું નામ ડૉ. શફાક અખ્તર (Dr. Shafaq Akhtar) છે, જે પાકિસ્તાનના લાહોરની રહેવાસી છે. તેણીએ કેનેડામાં આયોજિત એક વર્ચ્યુઅલ બ્યૂટી પેજેંટમાં મિસ પાકિસ્તાન યુનિવર્સલ 2022 નો ખિતાબ જીત્યો હતો.