Viral Video: મોબાઇલ ફોને બચાવ્યો યૂક્રેની સૈનિકનો જીવ, નહી તો ચીરીને નિકળી જાત ગોળી
યુદ્ધગ્રસ્ત યૂક્રેનથી સામે આવેલા આ વીડિયોમાં એક યૂક્રેની સૈનિક પોતાના સ્માર્ટફોનથી પોતાનો જીવ બચવઆનો દાવો કરતો બતાવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં સૈનિક યૂક્રેનમાં પોતાના સહયોગી સાથે વાત કરી રહ્યો છે, જે વીડિયો શૂટ કરી રહ્યો છે અને સ્માર્ટફોન બતાવી રહ્યો છે.
Russia-Ukraine War Viral Video: રશિયા અને યૂક્રેન વચ્ચે ત્રણ મહિનાથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં રશિયા અને યૂક્રેન, બંને દેશોને ભારે નુકસાન થઇ રહ્યું છે. આ યુદ્ધ સાથે જોડાયેલા અત્યાર સુધી અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે. તાજેતરમાં જ એક યૂક્રેની સૈનિકનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સૈનિક જણાવી રહ્યા છે કે કેવી રીતે તેના સ્માર્ટફોને તેમનો જીવ બચાવ્યો. આવો તમને જણાવીએ આ વિડીયો વિશે.
સ્માર્ટફોનથી બચી ગયો યૂક્રેની સૈનિકનો જીવ
યુદ્ધગ્રસ્ત યૂક્રેનથી સામે આવેલા આ વીડિયોમાં એક યૂક્રેની સૈનિક પોતાના સ્માર્ટફોનથી પોતાનો જીવ બચવઆનો દાવો કરતો બતાવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં સૈનિક યૂક્રેનમાં પોતાના સહયોગી સાથે વાત કરી રહ્યો છે, જે વીડિયો શૂટ કરી રહ્યો છે અને સ્માર્ટફોન બતાવી રહ્યો છે.
સ્માર્ટફોનમાં ફસાઇ ગોળી
45-સેકન્ડના વીડિયોમાં યૂક્રેની સૈનિક પોતાના તૂટેલા ફોનમાં ફસાયેલી 7.62 એમએમની ગોળી બતાવી રહ્યો છે. સૈનિક પોતાના સહયોગીને કહે છે.... સ્માર્ટફોને મારો જીવ બચાવ્યો. વીડિયોમાં ગોળી અને વિસ્ફોટોનો અવાજ સંભળાય છે. વીડિયો યૂક્રેનના કોઇ યુદ્ધગ્રસ્ત વિસ્તારોનું કહેવું છે. બંને સિપાહી ખીણમાં બેઠેલા જોવા મળી રહ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube