અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના અચાનક આ રીતે થઈ રહેલા મોતની ઘટનાએ ચિંતા પેદા કરી દીધા છે. હાલમાં જ મોહમ્મદ અબ્દુલ અરફતના મોતના સમાચાર આવ્યા. પુત્ર અમેરિકા ભણવા ગયો હતો, પરિવારે ખુબ સપના સેવ્યા હતા કે હોશિયાર છોકરો ઘરનું ભાગ્ય ચમકાવી દેશે. પરંતુ પુત્રના મોતના સમાચારથી આ સપના પર પાણી ફરી વળ્યું. આ ઘટના બાદ પરિવાર એક મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. સૌથી પહેલા તો એ આઘાત કે તેમણે હોશિયાર પુત્ર ગુમાવ્યો અને બીજું એ કે પુત્રના અભ્યાસ માટે 43 લાખની એજ્યુકેશન લોન લીધી હતી તે હવે ચૂકવવાની કેવી રીતે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ માર્યો મારા પુત્રને?
ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ અમેરિકામાં મોતને ઘાટ ઉતારવામાં આવેલા મોહમ્મદ અબ્દુલ અરફતના પિતા મોહમ્મદ સલીમે જણાવ્યું કે સૌથી મોટું મેન્ટલ ટોર્ચર એ છે કે અમને ખબર જ નથી કે અમારા પુત્ર સાથે અમેરિકામાં શું થયું. 7 માર્ચથી જ અબ્દુલ ગૂમ હતો અને અમે આશા રાખી રહ્યા હતા કે તે બચી જશે. તેને કઈ નહીં થાય. પરંતુ અબ્દુલના મોતના સમાચાર આવી ગયા અને હવે અમને તેના મૃતદેહનો ઈન્તેજાર છે. 


અમેરિકાથી આવ્યો અજાણ્યો કોલ
મોહમ્મદ સલીમે જણાવ્યું કે અબ્દુલ મે 2023માં માસ્ટર્સ કરવા માટે અમેરિકા ગયો હતો અને ત્યાં ક્લીવલેન્ડ યુનિવર્સિટીમાં એડમિશન લીધુ હતું. 7 માર્ચના રોજ અબ્દુલનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. ત્યારબાદ 12 માર્ચના રોજ મોહમ્મદ સલીમને એક અજાણ્યા નંબરથી અમેરિકાથી ફોન આવ્યો અને કોઈ વ્યક્તિ કહે છે કે અબ્દુલનું અપહરણ કરવામાં આવ્યું છે. 1200 ડોલર (લગભગ એક લાખ રૂપિયા) આપો. કોલ કરનારાએ એવી પણ ધમકી આપી કે જો ખંડણી ન આપી તો અબ્દુલની કિડની કાઢીને વેચી દેશે. 


43 લાખની લોનનું ટેન્શન
અબ્દુલના પિતા મોહમ્મદ સલીમે જણાવ્યું કે પુત્રએ અમેરિકામાં અભ્યાસ કરવાનું સપનું જોયું હતું. અબ્દુલ એક આઈટી કંપનીમાં બે વર્ષ સુધી સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કરી ચૂક્યો હતો. અબ્દુલ ત્યારે ખુબ ખુશ થઈ ગયો હતો જ્યારે તેની 43 લાખની એજ્યુકેશન લોન પાસ થઈ ગઈ હતી. મે 2023માં જ્યારે તે અમેરિકા જઈ રહ્યો હતો ત્યારે મે તેને 10 લાખ રૂપિયા પણ આપ્યા હતા. મે તેને કહ્યું હતું કે બેટા તારે પૈસાનું ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. 


મોહમ્મદ સલીમે કહ્યું કે મને નથી ખબર કે મારા પુત્ર સાથે હકીકતમાં થયું છે શું. અમને એ પણ ખબર નથી કે અમારો પુત્ર આ મુશ્કેલીમાં કેવી રીતે મૂકાઈ ગયો. તેણે ક્યારે અમને આવું કઈ જણાવ્યું નહતું. અબ્દુલને કોઈ ખરાબ આદત પણ નહતી. અમને જ્યારે ખબર પડી કે તેનું અપહરણ કરાયું છે ત્યારે અમને ખુબ આઘાત લાગ્યો. અમને જે ફોન આવ્યો હતો તે કદાચ કોઈ ડ્રગ રિલેટેડ ગેંગનો હતો. 


Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો


https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube