Electric Scooter vs Petrol Scooter: કિંમત અને મેન્ટેનેંસની દ્રષ્ટિએ સૌથી સસ્તું કયું?

Electric Scooter vs Petrol Scooter Calculator: પેટ્રોલ સ્કૂટરમાં પાવરફૂલ એન્જીન હોય છે જે સારું પરર્ફોમન્સ આપે છે. ઇલેક્ટ્રિક સ્કૂટરમાં તાકાતવર બેટરી પેક મળે છે જે તગડી રેંજ સાથે એકવારમાં ઘણા કિલોમીટર સુધી દોડાવી શકાય છે. આવો જાણીએ કિંમત અને મેન્ટેનેંસની દ્વષ્ટિએ ઇલેક્ટ્રિક અને પેટ્રોલ સ્કૂટરમાં કયું સ્કૂટર વધુ વ્યાજબી છે.

Electric Scooter vs Petrol Scooter: કિંમત અને મેન્ટેનેંસની દ્રષ્ટિએ સૌથી સસ્તું કયું?

Electric Scooter vs Petrol Scooter Which is Best:  આજના જમાનામાં પ્રદૂષણ અને સ્વચ્છ આબોહવા માટે ચિંતાઓ વધી રહી છે. ઇલેક્ટ્રિક સ્કૂટર ઝડપથી લોકપ્રિય થઇ રહ્યા છે. પેટ્રોલ સ્કૂટર દાયકાઓથી આપણા શહેરના રસ્તા પર રાજ કરે છે, પરંતુ શુ હવે તે પણ સારો ઓપ્શન છે? માર્કેટમાં એક-એકથી ચડિયાતા ઇલેક્ટ્રિક સ્કૂટર આવી રહ્યા છે. એવામાં ઘણા લોકો કંફ્યૂઝ છે કે તે પોતાના માટે પેટ્રોલ સ્કૂટર ખરીદે કે ઇલેક્ટ્રિક ખરીદે. આવો જાણીએ કિંમત અને મેન્ટેનેંસ અનુસાર તમારા માટે કયું સ્કૂટર સારું રહેશે. 

ઇલેક્ટ્રિક સ્કૂટરના વધતા જતા વેચાણ છતાં ગ્રાહકો તેને ખરીદવામાં કંફ્યૂઝ રહે છે. દરેક વ્યક્તિ સસ્તો ઓપ્શન ઇચ્છે છે. એવામાં સ્કૂટરની માઇલેજ અને રેંજ, ચલાવવાનો ખર્ચ, સ્કૂટરની કિંમત વગેર કારણો લોકોની પસંદને પ્રભાવિત કરે છે. આ ઉપરાંત સર્વિસ અને મેન્ટેનેંસ જેવા કારણો પણ લોકોના દિમાગમાં રહે છે. 

ઇલેક્ટ્રિક સ્કૂટર અને પેટ્રોલ સ્કૂટરનો ખર્ચ
માની લો કે સ્કૂટરથી આપણે દરરોજ કિમીની મુસાફરી કરીએ છે, તો એક મહિનામાં કુલ અંતર 900 કિમી (30 કિમી x 30 દિવસ) થશે. આ ઉપરાંત 1 યૂનિટ વિજળીનો ભાવ સરેરાશ 10 રૂપિયા અને 1 લીટર પેટ્રોલનો સરેરાશ ભાવ 100 રૂપિયા માની લો. તેનાથી સ્કૂટર ચલાવવાના ખર્ચનો હિસાબ લગાવવામાં સરળતા રહેશે.  

ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવવાનો ખર્ચ
1 યૂનિટ વિજળીની કિંઅમ્ત 10 રૂપિયાના હિસાબે જો સ્કૂટરને ચાર્જ કરવામાં 5 યૂનિટ લાગે છે. તો કુલ ખર્ચ 50 રૂપિયા થઇ જાય છે. એકવાર ચાર્જ કરતાં ઇલેક્ટ્રિક સ્કૂટર 100 કિમી અંતર કાપશે. 50 રૂપિયાના હિસાબે પ્રતિ કિમી સ્કૂટર ચલાવવાનો ખર્ચ 0.50 પૈસા થશે. 

એક મહિનો સ્કૂટર ચલાવવાનો કુલ ખર્ચ 900 કિમી  x 0.50 પૈસા એટલે કે 450 રૂપિયા આવશે. એક વર્ષમાં આ રકમ 5,400 રૂપિયા થશે. જો 2,000 રૂપિયાનું વાર્ષિક મેન્ટેનેંસ ઉમેરી દઇએ કે વર્ષમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવવાનો ખર્ચ 7,400 રૂપિયા છે. 

પેટ્રોલ સ્કૂટરની રનિંગ કોસ્ટ
માની લો પેટ્રોલ સ્કૂટર 50 કિમી પ્રતિ લીટરની માઇલેજ આપે છે. 100 રૂપિયામાં સ્કૂટર 50 કિમી ચાલશે. એટલે કે પ્રતિ કિમી ખર્ચ 2 રૂપિયા છે. એક મહિનામાં 900 કિમી મુસાફરી કરો છો, એક મહિનાનો પેટ્રોલ ખર્ચ (900 કિમી x 2 રૂપિયા) 1,800 રૂપિયા આવશે. એક વર્ષમાં (1800 રૂપિયા x 12 મહિના) પેટ્રોલ પર 21,600 રૂપિયા ખર્ચ થશે. 2,000 રૂપિયાનું વાર્ષિક મેન્ટેનેંસ ઉમેરી દઇએ તો વાર્ષિક ખર્ચ 23,600 રૂપિયા થઇ જશે. 

5 વર્ષ પછી કયું સ્કૂટર કરાવશે બચત? 
જો આપણે પેટ્રોલ સ્કૂટરની સરેરાશ કિંમત 75,000 રૂપિયા માનીએ તો 5 વર્ષ બાદ કુલ ખર્ચ 1,93,000 રૂપિયા થશે. તેમાં સ્કૂટર કિંમત અને 5 વર્ષ સુધી સ્કૂટર ચલાવવાનો ખર્ચ સામેલ છે. ઇલેક્ટ્રિક સ્કૂટરના કેસમાં, જો સ્કૂટરની સરેરાશ કિંમત 1,20,000 રૂપિયા છે તો 5 વર્ષની રનિંગ કોસ્ટ 1,57,000 રૂપિયા થશે. 

5 વર્ષ બાદ ઇલેક્ટ્રિક સ્કૂટર પર તમારા લગભગ 36,000 રૂપિયાની બચત થઇ શકે છે. આ ધ્યાન રાખવું જરૂરી છે કે ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી 3 થી 5 વર્ષની ગેરન્ટી સાથે આવે છે. એવામાં નવી બેટરી પેક લગાવવાનો ખર્ચ 40-50 હજાર રૂપિયા સુધી થઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news