લંડન: બ્રિટેનમાં લંડન વિશ્વવિદ્યાલયના એક નવા અભ્યાસના અનુસાર ‘મોનાલિસા’નું ચર્ચિત સ્મિત અસ્વાભાવિક હોય શકે છે. તેમાં આ સૂચવવામાં આવ્યું છે કે, ઇટાલિયન વિદ્વાન લિયોનાર્ડો દ વિન્ચીએ જાણીજોને તેમણે આ પ્રકારથી પેન્ટિંગ બનાવી છે. લંડન વિશ્વવિદ્યાલયમાં સંશોધકર્તા સેન્ટ જોર્જે મોનાલિસાના ભાવની સચ્ચાઇ જાણવાનું શરૂ કર્યું અને દુનિયાની આ સર્વપ્રસિદ્ધ પેન્ટિંગ માટે મનોભાવના સિદ્ધાંતનો પ્રયગો કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમના ચહેરાના હાવ-ભાવને જાણવા માટે ‘કિમ્રિક ફેસ ટેસ્ટ તકનીક’નો ઉપયોગ કર્યો હતો. જેમાં તસવીરને બે ભાગમાં વહેંચી તેનો મિરર ઇમેજ સાથે મૂકવામાં આવે છે. બંને કિમ્રિક તસવીરો પર 42 લોકોના એક જૂથે તેમના મતો રાખ્યા તથા તેમના અભિવ્યક્તિ મુજબ રેટિંગ પણ આપ્યા.


તે વાત સ્વીકારી લેવામાં આવી હતી કે બે ભાગમાં વહેંચેલા ફોટામાંથી મિરર ઇમેજની ડાબી બાજુના ચિત્રમાં ખુશી દેખાઇ રહી છે. જ્યારે જમણી બાજુના ચિત્રમાં ભાવની અછત છે, જેને ભાવ વિનાનું અથવા સમાન સમજી શકાય છે. આ શોધ ‘કોર્ટેક્સ’ પ્રત્રિકામાં પ્રકાશિત થઇ છે. આમાં નિષ્કર્ષ એ છે કે મોનાલિસાના સ્મિતમાં સમાનતા નથી.


સંશોધકોમાં અમેરિકાના સિનસિનાટી વિશ્વવિદ્યાલયના લુકા માર્સિલી અને ઇટલીના રોમમાં સેપિએન્ગા વિશ્વવિદ્યાલયની મેટીઓ બોલોગ્ના સામેલ છે.
(ઇનપુટ: એજન્સી ભાષા)


જુઓ Live Video:-


વર્લ્ડના અન્ય સમાચાર વાંચના માટે અહીં ક્લિક કરો...