વોશિંગટનઃ ચીન બાદ કોરોના વાયરસ હવે વિશ્વના બીજા દેશોને ડરાવી રહ્યો છે. આ ઘાતક વિષાણુથી વિશ્વભરમાં આશરે 2 લાખ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે જ્યારે 8 હજાર જેટલા લોકોના મોત થઈ ચુક્યા છે. અમેરિકી અખબાર ધ ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, આ વાયરસ અમેરિકા જેવા વિકસિત દેશના તમામ 50 રાજ્યોમાં પહોંચી ગયો છે. આ વાયરસને કારણે અત્યાર સુધી 105 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઇટાલીમાં વાયરસના સંક્રમણથી છેલ્લા 24 કલાકમાં 345 લોકોના મોત થયા છે. ઇટાલીમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 31,506 થઈ ગઈ છે અને 2060 લોકો આઈસીયૂમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં 150થી વધુ કેસ
ઓસ્ટ્રેલિયામાં આ વાયરસથી 450થી વધુ લોકો સંક્રમિત થયા છે. ઓસ્ટ્રેલિયાની સરકારે નાગરિકોને ચેતવણી જારી કરી છે કે વિદેશની યાત્રાઓ ન કરો. ઓસ્ટ્રેલિયામાં ઇમરજન્સી લગાવી દેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના શેર બજાર પર કોરોના વાયરસની મહામારીની અસર જોવા મળી રહી છે. સમાચાર એજન્સી રોયટર પ્રમાણે, ઓસ્ટ્રેલિયાની શેર બજારમાં 6 ટકા જેટલો ઘટાડો થયો છે. તો ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ હવે નિયંત્રણમાં આવી ગયો છે. ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધી 150 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે. 


વુહાન નિયંત્રણ તરફ
ચીનમાં આ વાયરસનું કેન્દ્ર રહેલા વુહાન શહેરમાં મંગળવારે સતત બીજા દિવસે માત્ર એક કેસ સામે આવ્યો છે. પરંતુ 11 મોતોની સાથે મૃત્યુ પામનારની સંખ્યા 3237 પર પહોંચી ગઈ છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ (NHC)એ જણાવ્યું કે, દેશમાં મંગળવારે કોરોના વાયરસથી 11 લોકોના મોત થયા છે, જ્યારે 13 નવા કેસ સામે આવ્યા છે. વુહાન અને હુબેઈ પ્રાંત 23 જાન્યુઆરીથી બંધ છે. ચીનની શી જિનપિંગ સરકારે દેશના ઘણા ઉદ્યોગો અને કારોબારોને ફરી શરૂ કરવાનું શરૂ કરી દીધું છે, જેથી જનજીવન ફરી પાટા પર આવવાની આશા લગાવવામાં આવી રહી છે. 


ઈમરાન ખાનને લાગે છે ખુબ ડર, પાકિસ્તાન જો કોરોનાથી બચશે તો આ કારણે મરશે 


ટેક્સાસમાં 60 દિવસ માટે ટાળવામાં આવી ફાંસીની સજાઓ
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે અર્થવ્યવસ્થાને રાહત આપવા માટે એક હજાર અબજ ડોલરનું પેકેજ આપવાની પહેલ કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક જગ્યાએ એક સાથે 10 વધુ લોકો ભેગા ન થવાની અપીલ કરી છે. અમેરિકાના તમામ રાજ્યોમાં વાયરસ પહોંચી ગયો છે અને શાળા, કોલેજ, સરકારી કાર્યાલય, બાર, રેસ્ટોરન્ટ અને સ્ટોર બંધ કરી દેવામાં આવ્યા છે. અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધી 100થી વધુ લોકોના મોત થયા છે જ્યારે સંક્રમિતની સંખ્યા વધીને 6500ને પાર કરી ગઈ છે. ટાઇમ મેગેઝિનની વેબસાઇટ પ્રમાણે અમેરિકાના ટેક્સાસમાં એક કોર્ટે ફાંસીની સજાના અમલ પર 60 દિવસનો પ્રતિબંધ લગાવી દીધો છે. 


ફ્રાન્સમાં 27 લોકોના મોત
ફ્રાન્સમાં કોરોના વાયરસથી વધુ 27 લોકોના મોત થયા છે, આ સાથે અત્યાર સુધી 175 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. ફ્રાન્સ સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે, દેશમાં ચેપગ્રસ્ત મામલાની સંખ્યા 7730 પર પહોંચી ગઈ છે. ફ્રાન્સની સરકારે લોકોને ઘરમાં રહેવાની અને તમામ બિનજરૂરી ગતિવિધિઓ રોકવા માટે કર્યું છે. ફ્રાન્સના વડાપ્રધાન એડુાર્ડ ફિલિપે કહ્યું કે, જો બ્રિટન આ વાયરસ સામે લડવા માટે શહેરોને બંધ કરશે નહીં તો ફ્રાન્સ બ્રિટિશ યાત્રિકોના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી શકે છે. 


દેશથી વધુ વિદેશમાં ભારતીય કોરોનાથી પીડિત, સરકારે લોકસભામાં આપી જાણકારી 


તુર્કીમાં પ્રથમ મોત
તુર્કીમાં કોરોના વાયરસને કારણે પ્રથમ મોતની પુષ્ટિ થઈ છે. તુર્કીમાં સંક્રમિત મામલાની સંખ્યા વધીને 98 પર પહોંચી ગઈ છે. કેરેનાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કોરોના ફેલાતો રોકવા માટે નાગરિકોને ઘરોમાં રહેવા માટે તૈયાર રહેવાનું કહ્યું છે. તો આયર્લેન્ડના વડાપ્રધાન લિયો વરાડકરે કહ્યું કે, દેશમાં કોરોનાની આપાત સ્થિતિઓ ગરમી સુધી જારી રહી શકે છે. સરકારે 100થી વધુ લોકોના એક સ્થળે ભેગા થવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તો બેલ્જિયમના વડાપ્રધાન સોફી વિલ્મ્સે નાગરિકોને પાંચ એપ્રિલ સુધી ઘરોમાં રહેવાની અપીલ કરી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો વિશ્વના અન્ય સમાચાર