ઈમરાન ખાનને લાગે છે ખુબ ડર, પાકિસ્તાન જો કોરોનાથી બચશે તો આ કારણે મરશે 

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કોરોના વાયરસના વધતા કેર અંગે ચિંતા વ્યક્ત કરી. ઈમરાન ખાને કહ્યું કે આપણે ખુબ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ. આપણે અમેરિકા અને યુરોપની જેમ અમીર નથી, આપણે કોરોનાથી બચીશુ તો અમારા લોકો ભૂખમરાથી મરશે. 

ઈમરાન ખાનને લાગે છે ખુબ ડર, પાકિસ્તાન જો કોરોનાથી બચશે તો આ કારણે મરશે 

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કોરોના વાયરસના વધતા કેર અંગે ચિંતા વ્યક્ત કરી. ઈમરાન ખાને કહ્યું કે આપણે ખુબ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ. આપણે અમેરિકા અને યુરોપની જેમ અમીર નથી, આપણે કોરોનાથી બચીશુ તો અમારા લોકો ભૂખમરાથી મરશે. 

અત્રે જણાવવાનું કે ઈમરાન ખાને પાકિસ્તાનના લોકોને કહ્યું કે એરપોર્ટ પર અત્યાર સુધીમાં 9 લાખ લોકોનું સ્ક્રિનિંગ થઈ ચૂક્યું છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીનો પહેલો કેસ 26 ફેબ્રુઆરીના રોજ સામે આવ્યો હતો. તેમણે કહ્યું કે ખુબ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ. 

ઈમરાન ખાને વધુમાં કહ્યું કે આપણી હાલત અમેરિકા કે યુરોપ જેવી નથી. આપણે એક બાજુ કોરોના વાયરસથી બચી જઈશું તો આપણા લોકો ભૂખથી મરી જશે. 

ઈમરાને કોરોના વાયરસની રોકથામ માટે પાકિસ્તાનની જનતા પાસે તેમની સરકારને સહયોગ કરવાની અપીલ કરી. ઈમરાન ખાને કહ્યું કે ચીન કોરોના વિરુદ્ધની જંગ એટલા માટે જીતી શક્યું કારણ કે ત્યાંના લોકોએ સરકારને સાથ આપ્યો. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં કોરોનાથી પીડિતોની સંખ્યા 237 સુધી પહોંચી ગઈ છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા આમ તો ખુબ ખરાબ દોરમાંથી પસાર થઈ રહી છે. એવામાં એક બાજુ કોરોનાથી અને બીજી બાજુ પાકિસ્તાનની જનતાનું પેટ ભરવું ઈમરાન ખાન સામે બે મોટા પડકાર છે. 

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કોરોનાના કુલ 172 કેસ મળી આવ્યાં છે. પાકિસ્તાનના પંજાબમાં 26, ખૈબર પખ્તુનવામાં 16, બલુચિસ્તાનમાં 16, ગિલગિટમાં 5, બાલ્ટિસ્તાનમાં 5 અને ઈસ્લામાબાદમાં કોરોનાના 2 દર્દીઓ મળી આવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news