માસ્કોઃ રશિયામાં છેલ્લા 24 કલાકમાં 32602 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1206 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. રશિયાની સરકારે રવિવારે જાણકારી આપી છે કે છેલ્લા 24 કલાકની અંદર 85 ક્ષેત્રોમાં 32602 કોરોના કેસની પુષ્ટિ થઈ છે. પ્રતિક્રિયા કેન્દ્રના આંકડા અનુસાર માસ્કોમાં 3301 અને સેન્ટ પીટર્સબર્ગમાં 2420 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 2 લાખ 81 હજાર 278 થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકની અંદર 30,593 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રશિયામાં કોરોનાથી સાજા થનારાની કુલ સંખ્યા 85 લાખ 2 હજાર 406 (8,502,406) થઈ ગઈ છે. 


ફિલીપીન્સમાં કોરોનાના 603 નવા કેસ અને 156ના મોત
ફિલીપીન્સમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના 603 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન અહીં 156 લોકોના મૃત્યુ થયા છે. ફિલીપીન્સમાં સતત 12માં દિવસે 1 હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં કોરનાથી મૃત્યુઆંક 49,386 થઈ ગયો છે. 


આ પણ વાંચોઃ કઈ રીતે થઈ ઓમિક્રોન વેરિએન્ટની ઉત્પત્તિ....? વૈજ્ઞાનિકોનું રિસર્ચ આવ્યું સામે


પાકિસ્તાનમાં કોરોનાના 372 નવા કેસ
પાકિસ્તાનમાં શનિવારે 372 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોરોનાને કારણે છ લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોનાના કુલ 12 લાખ 86 હજાર 825 કેસની પુષ્ટિ થઈ છે. જેમાં 12 લાખ 45 હજાર લોકો સાજા પણ થયા છે. 


દેશમાં હજુ 12452 કોરોનાના એક્ટિવ કેસ છે, જેમાં 854 લોકો ગંભીર સ્થિતિમાં છે. આ વચ્ચે કોરોનાથી 6 લોકોના મૃત્યુ થયા છે, જેનાથી મૃત્યુઆંક વધીને 28,767 થઈ ગયો છે. સિન્હુઆના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનનો દક્ષિણી સિંધ પ્રાંત સંક્રમણના મામલામાં દેશનું સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્ર છે, ત્યારબાદ પૂર્વી પંજાબ પ્રાંતમાં સૌથી વધુ કોરોનાને કેસ સામે આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube