Flood In Libya: લીબિયામાં વિનાશકારી તોફાન ડેનિયલ બાદ આવેલા પૂરે ડેરના શહેરમાં ભીષણ તબાહી મચાવી છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ અબુ લામોશાના જણાવ્યાં મુજબ ડેરનામાં મૃતકોની સંખ્યા 5300થી વધુ થઈ છે. પહેલા એમ્બ્યુલન્સ ઓથોરિટીએ મૃતકોની સંખ્યા 2300 જણાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધીમાં 1500 મૃતદેહો મળ્યા
પૂરનું પાણી રવિવારે બંધ તોડીને શહેરમાં પ્રવેશી ગયું અને એક આખા વિસ્તારને પોતાની સાથે લઈ ગયું. ડેરનામાં અત્યાર સુધીમાં 1500 મૃતદેહો મળી ચૂક્યા છે. જો કે એ વાતની પૂરેપૂરી આશંકા છે કે મૃતકોની સંખ્યા તેનાથી ઘણી વધુ હશે. 


આંતરરાષ્ટ્રીય સંસ્થા રેડક્રોસ અને રેડ ક્રિસેન્ટ સોસાયટીના જણાવ્યાં મુજબ પૂરના કારણે લગભગ 10 હજાર લોકો ગૂમ છે. આફતો મામલાના મંત્રી હિચેમ ચિકીઓતે જણાવ્યું કે હું ડેરનાના વિનાશાકારી પૂરને જોઈને પાછો ફર્યો છું. ચારેબાજુ મૃતદેહો વિખરાયેલા છે. હોસ્પિટલોમાં મૃતદેહોને રાખવાની જગ્યા ઓછી પડી રહી છે. નુકસાનની વાસ્તવિક સંખ્યા ખુબ મોટી છે. 


મૃતકોની સંખ્યા વધી શકે છે
ચિકિઓતે જણાવ્યું કે મૃતકોની સંખ્યા ઘણી વધી શકે છે. કારણ કે ગૂમ થયેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે. શહેરને આફત પ્રભાવિત વિસ્તાર જાહેર કરાયો છે. પૂરના કારણે પૂર્વ લીબિયાના અનેક શહેરોમાં ઘર અને સંપત્તિઓ નષ્ટ થઈ ગઈ છે. 


અમેરિકા મોકલી રહ્યું છે મદદ
લીબિયામાં અમેરિકાના વિશેષ દૂત રિચર્ડ નાર્ટને કહ્યું કે અમે યુએનના ભાગીદારો સાથે સમન્વય કરતા લીબિયાને મદદ મોકલી રહ્યા છીએ. ઈજિપ્ત, કતાર, ઈરાન અને જર્મનીએ પણ પૂરથી તબાહ થઈ ચૂકેલા લીબિયાને મદદ મોકલવાની વાત કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube