હવે તમને કોરોનાથી બચાવશે ડેંગ્યૂના મચ્છર, વિશ્વાસ ન થતો હોય તો આ સમાચાર વાંચો
પ્રોફેસર મિગુએલ નિકોલેલિસનું કહેવું છે કે જો આ સાચું સાબિત થઇ જાય છે તો આ પરિકલ્પનાનો અર્થ એ હોઇ શકે છે કે ડેંગ્યૂ સંક્રમણ અથવા ડેંગ્યૂ વેક્સીનથી કોરોના વાયરસ વિરૂદ્ધ એક હદ સુધી પ્રતિરક્ષાત્મક સુરક્ષા ઉત્પન્ન થઇ શકે છે.
નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન એક સમાચાર આવી છે. બ્રાજીલ (Brazil) માં કોરોના વાયરસ (SARS-CoV-2)નું વિશ્લેષણ કરનાર નવા રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ કોવિડ-19 વાયરસ અને ડેંગ્યૂ તાવ (Mosquito-transmitted Dengue Fever) વચ્ચે સંબંધ મળી આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકોએ કહ્યું કે મચ્છરથી ફેલાવનાર બિમારીના સંપર્કમાં આવવાથી કોરોના (Covid-19) વિરૂદ્ધ પ્રતિરક્ષા મળી શકે છે. ડેંગ્યૂ લોકોને કેટલીક હદ સુધી રોગ પ્રતિરોધક ક્ષમતા આપી રહ્યો છે જે ક્રૂના વાયરસ સામે ઝઝૂમવામાં મદદ કરી રહ્યો છે.
બે વર્ષના આંકડાના આધારે વિશ્લેષણ
ડ્યૂક યૂનિવર્સિટી (Duke University)ના પ્રોફેસર મુગુએલ નિકોલેલિસના નેતૃત્વમાં કરવામાં આવ્યું આ રિસર્ચ અત્યાર સુધી પ્રકાશિત કરવામાં આવ્યું નથી. તેને ફક્ત રોયટર્સની સાથે શેર કરવામાં આવ્યું છે. તેમણે વર્ષ 2019-2020માં ડેંગ્યૂ તાવ સાથે કોરોનાના પ્રસારની તુલનાત્મક આંકડા રજૂ કર્યા.
ડેંગ્યૂથી વિકસિત એન્ટીબોડી કોરોના વિરૂદ્ધ કરી શકે છે કામ
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આ વર્ષ અને ગત વર્ષે જે જ્ગ્યાઓ પર ડેંગ્યૂ ફેલાયો હતો, ત્યાં કોરોના વાયરસની દરમાં ઘટાડો જોવા મળ્યો છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે આ ડેંગ્યૂના ફ્લેવવાયરસ સેરોટાઇપ અને સાર્સ-કો-2 વચ્ચે એક ઇમ્યૂનોજિકલ ક્રોસ-રિએક્ટિવિટીની પેચીદા સંભાવનાને વધારી છે. પ્રોફેસર મિગુએલ નિકોલેલિસએ કહ્યું કે આ આંકડા એટલા માટે પણ રોચક છે કારણ કે પહેલાં શોધમાં ખબર પડી હતી કે જે લોકોના લોહીના લોહીમાં ડેંગ્યૂના એન્ટીબોડી છે તે કોરોના વાયરસ એન્ટીબોડી ટેસ્ટમાં ખોટી રીતે પોઝિટિવ આવી રહ્યા હતા. તે પણ જ્યારે તેમને ક્યારેય પણ કોરોના સંક્રમણ થયું નથી.
ડેંગ્યૂ વેક્સીનથી મળશે કોરોના વિરૂદ્ધ સુરક્ષા
પ્રોફેસર મિગુએલ નિકોલેલિસનું કહેવું છે કે જો આ સાચું સાબિત થઇ જાય છે તો આ પરિકલ્પનાનો અર્થ એ હોઇ શકે છે કે ડેંગ્યૂ સંક્રમણ અથવા ડેંગ્યૂ વેક્સીનથી કોરોના વાયરસ વિરૂદ્ધ એક હદ સુધી પ્રતિરક્ષાત્મક સુરક્ષા ઉત્પન્ન થઇ શકે છે.
દુનિયાભરમાં કોરોનાના કેસ 3.5 કરોડને પાર
કોરોના વાયરસનો પ્રકોપ અટકવાનું લઇ રહ્યો નથી. ચીનથી નિકળેલા ખતરનાક વાયરસથી દુનિયાભરમાં લગભગ 3.5 લોકો સંક્રમિત થયા છે અને 10 લાખથી વધુ લોકોના મોત થયા છે. બ્રાજીલ કોરોના સંક્રમણની સંખ્યાના મામલે ફક્ત અમેરિકા અને ભારત પાછળ છે. ભારતથી જ પાછળ છે. બ્રાજીલના પરાના, સૈંટા, કૈટરિના, રિઓ ગ્રેંડ ડો સુલ જેવા વિસ્તારોમાં જ્યાં ડેંગ્યૂનો કહેર બે વર્ષથી વધુ રહ્યો છે, ત્યાં કોરોના કેસ સામે આવ્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube