નવી દિલ્લીઃ દુનિયામાં વિચિત્ર પ્રકારના પ્રાણી હોય છે. અમુક ખૂબ તેજ હોય છે તો અમુક જાનવર એકદમ સુસ્ત હોય છે. આજે અમે તમને એક એવા જાનવર વિશે જણાવા જઈ રહ્યા છે કે જે, સૌથી આળસી જાનવર છે. આળસના કારણે આ જાનવ આખી જીંદગી એક જ વૃક્ષ પર જ ઊંધુ લટકી રહે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

90 ટકા જીવન લટકીને પસાર કરે છે-
આ જાનવરનું નામ સ્લોથ (Sloth) છે.  આ જાનવર તેનું 90 ટકા જીવન ઊંધો લટકીને વિતાવે છે. ત્યાં સુધી કે તે વધારે હલતુ પણ નથી. તે ઉંધુ લટકીને જ પોતાનો ખોરાક ખાઈ લે છે. તેની આળસના કારણે કુદરતે તેમના ગળામાં 10 કરોડરજ્જુ આપ્યા છે જેની મદદથી તેઓ પોતાની ગરદનને 270 ડિગ્રી સુધી ફેરવી શકે છે.

એક પાંદડું પચાવવામાં એક મહિનો લાગે છે-
સ્લોથનું પાચન તંત્ર ખૂબ આળસુ હોય છે. એટલું સુસ્ત કે એક પાન ખાધા પછી આખો દિવસ લટકે છે. તેના પાચનતંત્રને એક પાન પચવવામાં એક મહિનાનો સમય લાગે છે. તે જ સમયે, તેના પેટમાં એક તૃતીયાંશ ખોરાક લાંબા સમય સુધી વગર પચે પડી રહ્યો હોય છે.

એક મિનિટમાં સાડા છ ફૂટ હલી શકે છે-
આ પ્રાણી એટલું સુસ્ત છે કે જો કોઈ ભયાનક પ્રાણી તેના પર હુમલો કરે અને તેને જીવવા માટે દોડવું પડે તો તેની ઝડપ 3 કિલોમીટર પ્રતિ કલાકની પણ નથી. આ પ્રાણી એક મિનિટમાં માત્ર સાડા છ ફૂટ જેટલું જ હલી શકે છે.

આંગળીઓ એક સાથે જ વળે છે અને ખુલે છે-
આ પ્રાણી એટલું ઊંઘે છે કે તેના સ્નાયુઓ સ્થિર થઈ જાય છે. પછી આ પ્રાણીના સ્નાયુઓ ત્યારે જ ઢીલા થાય છે તે જાગીને તેના સ્નાયુઓ ઢીલા કરે. આ પ્રાણીના પગની આંગળીઓ અલગ-અલગ વળતી નથી તે એક સાથી જ વળે છે અને ખુલે છે.

શાકાહારી સ્તનધારી પ્રાણી છે સ્લોથ-
સ્લોથ દક્ષિણ-મધ્ય અમેરિકામાં જોવા મળે છે. તે શાકાહારી સ્તનધારી પ્રાણી છે. આ પ્રાણીની પૃથ્વી પર 6 પ્રકારની પ્રજાતિઓ છે. આ 6 પ્રજાતિઓ બે જૈવિક પરિવારોમાં વહેંચાયેલી છે. પહેલી બે આંગળીવાળી મેગા લોનિસિડે છે(Megalonychidae) અને બીજી પ્રજાતી છે 3 આંગળી વાળી જેને બ્રેડિપોડિડાએ (Bradypodidae) કહેવામાં આવે છે.


માદા ઊંધી લટકીને જ બાળકો પેદા કરે છે-
સામાન્ય રીતે સ્લોથ જંગલોના વૃક્ષ પર જ ઊંધા લટકી રહે છે પરંતુ માનવામાં આવે છે કે સ્લોથ ક્યારેય સમુદ્રમાં તરતા હશે. સ્લેથની આ પ્રજાતિ હજારો લાખો વર્ષો પહેલા લુપ્ત થઈ ગઈ છે. આ પ્રાણીના આળસનું પરિણામ એ છે કે તે આ જ સ્થિતીમાં માદા સાથે શારીરિક સંબંધ બનાવે છે અને આ જ સ્થિતીમાં માદા તેના બાળકને જન્મ આપે છે.