Kid Fall in Zoo Video: એવું કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નથી એટલે તેમણે માતાને બનાવી. કારણ કે એક માતા પોતાના બાળકોને બચાવવા માટે કઈ પણ કરી છૂટે છે. પરંતુ શું તમે કોઈ એવી માતા જોઈ જે પોતાના છોકરાઓની જ દુશ્મન બની જાય? આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઉઝ્બેકિસ્તાનના તાશ્કંદમાં જોવા મળ્યો. અંહીં એક માતા તેના બાળકને ફેરવવા માટે ઝૂ પહોંચી જાય છે અને પછી તેના માસૂમ બાળકને રિંછ પાસે ધકેલી દે છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુત્રીને મારી નાખવા માટે કર્યું આ કામ
આ વીડિયો જોયા બાદ તમે બિલકુલ દંગ રહી જશો કારણ કે કોઈ માતા આવું કરી શકે ખરી? દરેક જણ આ કલિયુગી માતાને ખુબ ગાળો આપી રહ્યા છે. સદનસીબે ઝૂના કર્મચારી સમયસર રિંછના પિંજરામાં પહોંચી ગયા અને બાળકીને બચાવી લીધી. મીડિયા રિપોર્ટ્સ મુજબ તાશ્કંદની એક 3 વર્ષની બાળકી તેની માતા સાથે ઝૂમાં ગઈ હતી. ત્યારબાદ તેની માતા તેને રિંછ બતાવવા માટે તેના ઘરની રેલિંગ પાસે ઊભી રહી ગઈ. 


બધુ બરાબર ચાલતું હતું પરંતુ ગણતરીની પળોમાં એવું થયું કે ત્યાં હાજર બધા સ્તબંધ થઈ ગયા. મહિલાએ રિંછને જોવાના બહાને પુત્રીને રેલિંગથી ધક્કો મારી દીધો. આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ ખુબ વાયરલ થઈ રહ્યું છે. જેમાં એક મહિલા બાળકને ધક્કો મારતી જોવા મળે છે. 


આ દેશમાં ભારત વિરોધી પ્રદર્શન હવે ગુનો ગણાશે, સરકાર કરશે આ કડક સજા


સદનસીબે રિંછે બાળકી પર હુમલો ન કર્યો
જેમ કે તમે વીડિયોમાં જોઈ શકો છો કે જેવી બાળકી પડી કે રિંછ તરત જ તેની પાસે જવાની કોશિશ કરે છે. જો કે અહીં એ જોઈને રાહત મળે છે કે ઝૂઝૂ નામનો આ રિંછ છોકરીને કશું કરતો નથી. રિંછે તેને સૂંઘી અને જવા દીધી. આ બાજુ બાળકી પડ્યાના સમાચાર મળતા જ ઝૂના કર્મચારીઓ તરત જ ત્યાં પહોંચી ગયા અને તેમણે બાળકીને હેમખેમ બહાર કાઢી. બાળકીને મામૂલી ઈજા થઈ છે. પરંતુ તે ખુબ ડરેલી છે. 


જુઓ Video


આ ખેલાડીની મોડલ પત્ની મ્યૂઝિક કોન્સર્ટની મજા માણતી હતી અને અચાનક માથામાં ગોળી વાગી


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube