આ ખેલાડીની મોડલ પત્ની મ્યૂઝિક કોન્સર્ટની મજા માણતી હતી અને અચાનક માથામાં ગોળી વાગી
એક સંગીત સમારોહ દરમિયાન માથામાં ગોળી મારી દેવાઈ જેના કારણ તેનું મોત થયું.
Trending Photos
નવી દિલ્હી: પેરાગ્વેના ફૂટબોલર ઈવાન ટોરસની પત્નીને દેશની રાજધાની અસુનસિયનમાં એક સંગીત સમારોહ દરમિયાન માથામાં ગોળી મારી દેવાઈ જેના કારણ તેનું મોત થયું.
પત્નીને હોસ્પિટલ લઈ જવામાં કરી મદદ
Daily Star ના ખબર મુજબ ક્રિસ્ટીના વીડા અરંડા અને ક્લબ ઓલિમ્પિયા ખેલાડી ઈવાન ટોરસના ત્રણ બાળકો છે. સ્થાનિક રિપોર્ટ્સમાં કહેવાયું છે કે ટોરસ એક પૂર્વ U-20 આંતરરાષ્ટ્રીય ખેલાડી રહી ચૂક્યો છે. તે પણ સંગીત સમારોહમાં હતો અને તેણે તેની પત્નીને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરી.
ડિવોર્સ લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા
જો કે મોડલ ક્રિસ્ટીના અને ફૂટબોલર ટોરસે હાલમાં જ જાહેરાત કરી હતી કે તેઓ લગ્નના 10 વર્ષ બાદ ડિવોર્સનું પ્લાનિંગ કરી રહ્યા હતા.
ફાયરિંગમાં ફસાઈને થયું મોત
કહેવાય છે કે પેરાગ્વેની રાજધાની અસુનસિયનમાં જોસ અસુનસિયન ફ્લોર્સ એમ્પીથિયેટરમાં એક વીઆઈપી વિસ્તારમાં ફાયરિંગના કારણે તે ત્યાં ફસાઈ ગઈ હતી. જો કે રવિવારના શૂટિંગની તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
ફાયરિંગ કરનારાઓનો ટાર્ગેટ કોઈ અન્ય વ્યક્તિ હતો
આ ફાયરિંગમાં માર્કોસ ઈગ્નાસિયો રોજસ મોરા નામના એક અન્ય વ્યક્તિનું પણ મોત થયું છે. અપુષ્ટ રિપોર્ટ્સમાં આ સાથે કહેવાયું છે કે ફાયરિંગ કરનારાનો ટાર્ગેટ એક ડ્રગ ડિલર હતો જેને સ્થાનિક રીતે એડર્સન સેલિનાસ બેનિટેઝ તરીકે ઓળખવામાં આવ્યો છે. આ ફાયરિંગમાં 23થી 40 વર્ષની ઉંમરના ચાર લોકોને પણ ગોળી મારવામાં આવી જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે