Crime News : જે માસુમે હજી સુધી દુનિયામાં પગ પણ નથી મૂક્યો, તેનો સોદો કરી દેવામાં આવે. ગર્ભમાં જ નક્કી કરી દેવાયું કે, તેની કિંમત શું હશે. સોદો પણ એક સાથે નહિ, અનેક લોકો સાથે કરવામાં આવ્યો. ગર્ભમાં રહેલી દીકરીનો ઓનલાઈન ભાવતોલ કરવામાં આવ્યો, શરત પણ રાખવામાં આવી કે જેની બોલી સૌથી ઉંચી હશે તેને બાળકી મળશે. આ મહિલાએ માતાના દરજ્જાને શર્મસાર કર્યો છે, જેને લોકો પૂજે છે. પરંતું આખરે મહિલાનો ભાંડો ફૂલી જતા તેની કરતૂતો સામે આવી હતી, અને કળયુગી માતાને જેલમાં ધકેલવામા આવી હતી. 


  • દીકરીના જન્મ પહેલા કરી દીધી હરાજી

  • સંબંધીને ખોટી વાર્તા કહીને પોસ્ટ લખાવી

  • સાત કપલ સાથે દીકરી વેચવાની ચર્ચા કરી  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાજળું કંપાવી દેતી આ ઘટના છે. મહિલાના એક સંબંધીએ પોલીસને આ વાતની જાણ કરી હતી. પોલીસ સામે મહિલાએ પોપટની જેમ પટપટ ગુનો કબૂલી લીધો હતો. 21 વર્ષીય મહિલાએ પ્રસવ પીડા શરૂ થતા પહેલા અનેક લોકો સાથે ઓનલાઈન વાત કરી હતી. બાળક માટે એડવાન્સ તરીકે 150 ડોલર (અંદાજે 12 હજાર રૂપિયા) લેવાની ડિમાન્ડ રાખી હતી. 


ભારે ચેતવણી! એવું વાવાઝોડું ફૂંકાશે જે ગુજરાત સહિત 9 રાજ્યોને અસર કરશે, નવેમ્બરની નવી આગાહી


મહિલાએ હરાજીમાં શરત રાખી હતી કે, જે સૌથી ઉંચી બોલી લગાવશે તેને દીકરી સોંપવામાં આવશે. મહિલાના સંબંધીએ પોલીસને આ વાતની જાણ કરીહ તી, જેના બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ સંબંધી તેની મદદ કરવા તૈયાર થયો હતો, કારણ કે તે ઈચ્છતો ન હતો કે બાળકી કોઈ અનાથ આશ્રમમાં જાય. 
 
સંબંધીને સંભળાવી ખોટી કહાની
જ્યારે મહિલાએ વારંવાર દીકરીના બદલે રૂપિયાની વાત કરી ત્યારે સંબંધીને શંકા ગઈ હતી કે, મહિલા કંઈક ખોટું કરી રહી છે. મહિલાએ તેને કહ્યું હતું કે, તે કોઈ કામ શરૂ કરવા માંગે છે, તેથી તેના માટે એક એપાર્ટમેન્ટની જરૂર હશે. સાથે જ ડોર ટુ ડોર ડિલીવરી માટે એક સસ્તી કારની પણ જરૂર છે. તેને વાયદો કર્યો હતો કે, કામ બાદ તે પોતાની દીકરી પરત લઈ લેશે. 


બે દિવસ પહેલા ફેસબુક પોસ્ટ કરી હતી
મહિલાના સંબંધીએ 22 સપ્ટેમ્બરના રોજ ફેસબુક પર પોસ્ટ કરી હતી. જેના બાદ અનેક લોકોના મેસેજ આવવાની શરૂઆત થઈ હતી. એક સમલૈગિંક કપલે પણ તેને હોસ્પિટલમાં મળવાની વાત કરી હતી. મહિલાએ કહ્યું હતું કે, તે હોસ્પિટલમાં જવા સુધીની રાહ જોવા નથી માંગતી, તેને સોદો કરવા માટે પહેલા જ રકમ આપી દેવી પડશે. સાથે જ મહિલાએ કહ્યું કે, તે 150 થી ઓછા ડોલરમાં સોદો નહિ કરે. કપલે જ્યારે કહ્યું કે, તે બાળકી દત્તક લેવા માંગે છો, તો મહિલાએ આવું કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. તેના પર કપલે કહ્યું કે, હોસ્પિટલમાં પહોચવાના થોડા સમયમાં જ તેઓ રૂપિયા આપી દેશે. આખરે મહિલાએ તેમને બ્લોક કર્યા હતા. 


કુંવારા તો છોડો આ હિરોઈનોએ ત્રીજવર સાથે કર્યા છે લગ્ન, ઘર તોડનારીના લાગ્યા છે ટેગ


આમ, 24 સપ્ટેમ્બરના રોજ મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો અને સૌથી વધુ બોલી લગાવનારા ગ્રાહકની રાહ જોઈ હતી, આ રાહ જોવામાં તે હોસ્પિટલમાં જ રોકાઈ હતી. આ વચ્ચે સંબંધીએ પોલીસને બોલાવી હતી, અને મહિલાનું ષડયંત્ર બહાર આવ્યુ હતું. 
 
પોલીસે કરી કાર્યવાહી
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ટેક્સાસના હ્યુસટનની આ મહિલાએ પોતાના બાળકી માટે સાત માતાપિતાની સાથે રૂપિયાની વાતચીત કરી હતી. જુનિપર બ્રાયસન નામની આ મહિલા પર પોલીસે બાળકીના ખરીદ વેચાણનો આરોપ લગાવ્યો છે. હાલ જુનિપર હૈરિસને કાઉન્ટી જેલમાં બંધ કરાઈ છે. 7 નવેમ્બનરા રોજ તેના પર આગામી સુનવણી થશે. 


બધાની બાપ છે આ ડરામણી હોરર ફિલ્મ, એકવાર જોઈ લેશો તો કેટલીય રાત ઊંઘ નહિ આવે