નવી દિલ્હીઃ દુનિયાભરમાં અનેક નેતાઓ થઈ ગયા. કોઈ પોતાની તાનાશાહી માટે જાણીતું બન્યુ તો કોઈ પોતાની રાજાશાહી માટે જાણીતું બન્યું. પણ શું તમે જાણો છોકે, દુનિયામાં એવા પણ નેતાઓ છે તેમને સૌથી વધારે રસ ઐય્યાશીમાં રહ્યો. આ નેતાઓને રોજ નવી યુવતીઓ સાથે શરીર સંબંધ બાંધવામાં પડતો હતો રસ. એકએક ની કહાની છે એકબીજા કરતા નિરાલી...દુનિયાના Sex Addict નેતાઓ, આ નેતાને તો હતી 1000 ગર્લફ્રેન્ડ, ઘરમાંથી મળી 70 હજાર ગર્ભનિરોધક ગોળીઓ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાભરમાં સનકી લોકોની કોઈ કમી નથી. આ લોકો એટલા બધા સેક્સ એડિક્ટ  ( Sex Addict) રહ્યા છે કે સેકડો-હજારો મહિલાઓ સાથે તેમના સંબંધ રહ્યા છે. જેમાંથી કેટલાક તો કટ્ટરપંથી છે તો કેટલાક તાનાશાહી જીવન જીવતા આવ્યા છે. ગમે તે થાય આ લોકોએ પોતાના જીવનમાં ખુબ ઐય્યાશી ભોગવી છે. આધુનિક યુગમાં અનેક એવા ઐય્યાશ લોકો થયા છે જેમણે ભલભલા માંધાતા લોકોને આ મુદ્દે પાછળ પાડી દીધા. આવા જ કેટલાક ભોગ વિલાસી લોકો વિશે જાણીએ.


કિમ જોંગ ઈલની પ્લેઝર સ્ક્વોડ-
ઉત્તર કોરિયાના હાલના તાનાશાહ કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ ઈલના સમયે તેમની એક સિક્રેટ પ્લેઝર સ્ક્વોડ હતી. આ સ્કવોડમાં શાળાની છોકરીઓને સામેલ કરવામાં આવતી હતી. તે સમયે 13 વર્ષની સુંદર સગીર છોકરીઓને સૈનિકો શાળાઓમાંથી જબરદસ્તીથી ઉઠાવીને લઈ જતા હતા. તાનાશાહની ઐય્યાશી છૂપાવવા માટે આ છોકરીઓને સેનામાં સામેલ કરવાનું આડંબર રચવામાં આવતું હતું. જેને ગિપ્પેમજો કહેવાતું હતું. 


ગિપ્પેમજોમાં 2000 છોકરીઓ સામેલ રહેતી હતી અને તે તાનાશાહ માટે કોઈ પણ સમયે તૈયાર રહેતી હતી. તેમની જવાબદારી તાનાશાહને દરેક રીતે ખુશ કરવાની હતી. કિમ જોંગ ઈલ જ નહીં અનેકવાર તેમના રાજકીય મહેમાનો પણ આ છોકરીઓનું શારીરિક શોષણ કરતા હતા. આ સ્કવોડમાં ફક્ત મેડિકલી ફિટ છોકરીઓને જ સામેલ કરવામાં આવતી હતી. એટલું જ નહીં જે છોકરીઓનું કૌમાર્ય ભંગ થયેલું જોવા મળતું તેમને આ સ્કવોડમાં જગ્યા નહતી મળતી. 


કિમ જોંગ ઉન પણ પિતાથી જરાય કમ નથી-
કહેવાય છે કે વર્ષ 2011માં સત્તા પર બિરાજમાન થયા બાદ કિમ જોંગ ઉને પિતાની  પ્લેઝર સ્ક્વોડને ખતમ કરી નાખી હતી. તેણે કોરિયાની જાણીતી સિંગર રિ સોલ જૂ સાથે લગ્ન કરી લીધા અને તેમની એક પુત્રી પણ છે. કહેવાય છે કે કિમ જોંગ ઉને પ્લેઝર સ્ક્વોડને ફરીથી જીવિત કરી દીધી છે. ફરક હવે માત્ર એટલો છે કે આ નવા પ્રકારની પ્લેઝર સ્ક્વોડમાં લાંબી, સુંદર અને જવાન યુવતીઓને સામેલ કરવામાં આવે છે. આ યુવતીઓને પેંગ્યોંગમાં કોર્યો હોટલના સેન્ટરપીસમાં રાખવામાં આવે છે. 


મુઅમ્મર ગદ્દાફીની ઐય્યાશી-
લીબિયાના પૂર્વ તાનાશાહ મુઅમ્મર ગદ્દાફી  (muammar gaddafi)ની છબી પણ સેક્સના ભૂખ્યા (Sex Addict) કોઈ ઐય્યાશથી જરાય કમ નહતી. કહેવાય છે કે જ્યારે પણ તેઓ કોઈ શાળા કે કોલેજમાં જતા હતા અને જે છોકરીના માથે હાથ રાખતા તે છોકરી બીજા જ દિવસે તેમની સેક્સની ભૂખ મીટાવવા માટે પહોંચાડી દેવાતી હતી. કર્નલ ગદ્દાફીએ 40 વર્ષ સુધી લીબિયા પર રાજ કર્યું અને તેમના મોત બાદ જ્યારે છોકરીઓએ પોતાની આપવીતિ જણાવી તો આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. 


સનકી તાનાશાહની ઐય્યાશીના કિસ્સા એનિક કોજિયાં નામના એક લેખકે પોતાના પુસ્તક 'ગદ્દાફીઝ હરમ'માં વિસ્તારથી જણાવ્યું છે. લેખકનું કહેવું છે કે જે કોઈ પણ ગદ્દાફીના હરમથી નીકળેલી યુવતીઓનું સત્ય જાણશે તે શર્મસાર થઈ જશે. એનિકના પુસ્તકમાં 18 વર્ષની હુદાની કહાની છે. જેને લાલચ આપીને ગદ્દાફીની સેક્સ સ્લેવ બનાવી દેવાઈ હતી. ગદ્દાફી પોતાની આજુબાજુ સિક્યુરિટી ગાર્ડ તરીકે પણ ખુબસુરત છોકરીઓને જ નિયુક્ત કરતા હતા. 


આ મુસ્લિમ ધાર્મિક નેતાને મળી 1075 વર્ષની સજા-
આ ઐય્યાશનું નામ છે અદનાન ઓકતાર(Adnan Oktar). તે તુર્કીમાં મુસ્લિમોના એક પંથનો નેતા છે અને ઈસ્તંબુલની એક કોર્ટે 10 અલગ અલગ કેસમાં તેને 1075 વર્ષની સજા ફટકારી છે. સુનાવણી દરમિયાન અદનાને જજને જણાવ્યું કે તેની 1000 ગર્લફ્રેન્ડ છે. તે પોતાના લોકોને કટ્ટરપંથનો ઉપદેશ આપતો હતો, જ્યારે મહિલાઓને બિલાડી કહીને બોલાવતો હતો. 


એક રિપોર્ટ મુજબ અદનાન પર યૌન અપરાધ, સગીરો સાથે શારીરિક શોષણ સહિત અનેક અન્ય આરોપ પણ છે. સુનાવણી દરમિયાન તેણે એક સવાલના જવાબમાં કહ્યું કે હું બાપ બનવાની અસાધારણ ક્ષમતા ધરાવું છું. અનેક મહિલાઓએ અદનાન પર બળાત્કારનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમને ગર્ભનિરોધક ગોળીઓ ખાવા માટે મજબૂર કરાઈ. અદનાના ઘરેથી લગભગ 70 હજાર ગર્ભનિરોધક ગોળીઓ મળી આવી હતી. 


બર્લુસ્કોનીનું સેક્સ સ્કેન્ડલ-
ઈટાલીના પૂર્વ પ્રધાનમંત્રી સિલ્વિયો બર્લુસ્કોની (Silvio Berlusconi) પર સેક્સ સ્કેન્ડલના અનેક આરોપ લાગ્યા હતા. બર્લુસ્કોની પર તેમની જ પત્નીએ સગીર છોકરીઓ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવ્યો હતો. બર્લુસ્કોની પોતાની બુંગા બુંગા પાર્ટીઓ માટે મશહૂર રહ્યા છે. તેમના ઘરના એક તહેખાનામાં આ પાર્ટીઓનું આયોજન થયું હતું. જ્યાં તેઓ સગીર છોકરીઓ સાથે રંગરેલિયા મનાવતા હતા. કોર્ટે તેમને આવા જ મામલાઓમાં દોષિત ઠેરવતા સજા પણ  સંભળાવી હતી.