ન્યૂયોર્કના બ્રુકલિન મેટ્રો સ્ટેશન પર ફાયરિંગ, 5 લોકોને ગોળી વાગી, હાઈ એલર્ટ જાહેર
અમેરિકાના ન્યૂયોર્કથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં મેટ્રો સબવે સ્ટેશન પર ગોળીબારની ઘટના બની છે.
ન્યોયોર્કઃ અમેરિકામાં ન્યૂયોર્કના બ્રુકલિન સ્થિત સબવે સ્ટેશન પર મંગળવારે સવારે પાંચ લોકોને ગોળી મારવામાં આવી જ્યારે સ્થળ પરથી વિસ્ફોટક પણ મળી આવ્યા છે. શહેરના ફારય બ્રિગેડ ડિપાર્ટમેન્ટે આ જાણકારી આપી છે. ન્યૂયોર્ક સિટી ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના એક પ્રવક્તાએ કહ્યું કે, ફાયરકર્મીઓને સનસેટ પાર્કની પાસે 36 સ્ટ્રીટ સ્ટેશનમાંથી ધુમાડો નિકળવાની સૂચના મળી હતી. તેમણે કહ્યું કે, ઘટનાસ્થળ પર ઘણા લોકોને ગોળી મારવામાં આવી અને વિસ્ફોટક જપ્ત થયો છે.
ધ ન્યૂયોર્ક ટાઇમ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું કે કુલ પાંચ લોકોને ગોળી વાગી છે. પોલીસ પ્રમાણે ઘટના બાદ મેટ્રો સ્ટેશન પર ધુમાડો પણ જોવા મળી રહ્યો છે. પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી છે. શરૂઆતી તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે ગોળી ચલાવનાર વ્યક્તિ મેટ્રો સ્ટેશનમાં કન્સ્ટ્રક્શન વર્કરના કપડામાં આવ્યો હતો. પોલીસ સ્થળ પર રહેલા સીસીટીવીને તપાસી રહી છે. આ એક આતંકી હુમલો છે કે કોઈ અન્ય ષડયંત્ર, હજુ તે સ્પષ્ટ થયું નથી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube