લોસ એન્જલસઃ મુંબઈમાં 2008માં થયેલા આતંકવાદી હુમલા (2008 Mumbai terrorist attack)ના ષડયંત્રના મામલામાં સજા કાપી ચુકેલા આતંકવાદી તહવ્વુર રાણાની અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં ફરીથી ઘરપકડ કરી લેવામાં આવી છે. તહવ્વુર રાણાને ભારત મોકલવાની પ્રબળ સંભાવના છે. મુંબઈ આતંકી હુમલામાં ષડયંત્રકારી પાકિસ્તાની-કેનેડાઈ મૂળના તહવ્વુર રાણા વિરુદ્ધ ભારત પ્રત્યાર્પિત કરવાનો મામલો પેન્ડિંગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણવા મળી રહ્યું છે કે બે દિવસ પહેલા તેને જેલમાંથી છોડવામાં આવ્યો હતો પરંતુ અમેરિકી તંત્રએ તેની બીજીવાર ધરપકડ કરી લીધી છે. વિગતો મળી છે કે ભારત સરકાર ટ્રમ્પ તંત્રના સહયોગની સાથે પાકિસ્તાની કેનેડિયાઇ નાગરિક પ્રત્યર્પણ માટે જરૂરી દસ્તાવેજ કાર્યવાહી પૂરી કરી રહી છે. રાણાની જેલની સજા 14 વર્ષની હતી જે ડિસેમ્બર 2021માં પૂરી થવાની હતી પરંતુ તેને જલદી છોડી મુકવામાં આવ્યો હતો. 


કોરોના કાળમાં પાકિસ્તાની સેના પર વધ્યો દબાવ, ખતરામાં ઇમરાન ખાનની ખુરશી


તહવ્વુર રાણાની મુંબઈ 26/11 હુમલના ષડયંત્ર રચવાના મામલામાં 2009માં ધરપકડ કરવામાં આવી હતી. લશ્કર-એ-તૈયબાના 10 આતંકીઓ તરફથી કરવામાં આવેલા હુમલામાં અમેરિકી નાગરિકો સહિત આશરે 166 લોકોના જીવ ગયા હતા. પોલીસે આતંકવાદીઓને ઘટના સ્થળે ઠાર કર્યા હતા અને જીવતો પકડાયેલ આતંકી અજમલ કસાબને બાદમાં ફાંસી આપવામાં આવી હતી. રાણાને 2013માં 14 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube