indian origin woman killed in london: લંડનમાં બસ સ્ટોપ પર ઉભેલી 66 વર્ષીય ભારતીય મૂળની મહિલાની ચાકૂ મારી હત્યા કરવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં 22 વર્ષના યુવકની ઘરપકડ કરી છે. પોલીસના અનુસાર મંગળવારે તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. કોર્ટમાં કેસની સુનાવણી ઓગસ્ટમાં થશે. મીડિયા રિપોર્ટના અનુસાર 9 મે ના રોજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવામાં મેડિકલ સચિવના રૂપમાં કામ કરનાર અનીતા મુખી લંડનના એઝવેયર વિસ્તારમાં બર્ન્ટ ઓક બ્રાડવે સ્ટોપ પર બસની રાહ જોઇ રહી હતી. સવારે લગભગ 12 વાગે જલાલ દેબેલા નામના યુવકે ચાકૂ વડે હુમલો કર્યો અને તેની છાતી અને ગળામાં ચાકૂના ઘા કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 KG સોનું, 60 KG ચાંદી, લક્ઝરી કારો અને બંગલા, 12મું પાસ કંગના પાસે કેટલી સંપત્તિ


ઘટનાસ્થળે હતી ડોક્ટરની ટીમ, બચાવી શકી નહી જીવ
મેટ્રોપોલિટન પોલીસે કહ્યું કે બર્ન્ટ ઓક બ્રોડવેમાં ચાકૂબાજીની ઘટનાની જાણકારી આપવા માટે 9મેના રોજ લગભગ 11:50 વાગે પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે કહ્યું કે લંડન એમ્બુલન્સ સેવા અને એર એમ્બુલન્સ તમામ ઘટનાસ્થળ પર હાજર હતા, પરંતુ 66 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે. પોલીસે હત્યાના કેસમાં દેબેલાને ઉત્તરી લંડનના કોલિન્ડાલેથી ધરપકડ કરી લીધી છે. 


ગંગોત્રી-યમુનોત્રીમાં ન પાણી- ન ભોજનની વ્યવસ્થા, રોડ પર વિતાવી રાત, 10 લોકોના મોત
Road Accident: બસ-ટ્રક વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકો જીવતા ભડથું થઇ ગયા, 32 લોકો ઘાયલ


કોર્ટમાં જણાવ્યું કે ઉત્તર-પશ્વિમ લંડનમાં બસ સ્ટોપ રાહ જોઇ રહેલી 66 વર્ષીય ભારતીય મૂળની મહિલાની હત્યામાં 22 વર્ષીય યુવકને પકડી પાડ્યો છે. કોર્ટે સુનવણી દરમિયાન તેને કસ્ટડીમાં મોકલી દીધો છે. હવે ઓગસ્ટમાં કેસની આગામી સુનાવણી થશે. 


ઓલમ્પિક ખેલાડીઓ માટે એન્ટી સેક્સ બેડ, ઇંટીમેટ ન થાય એવી રીતે કર્યા ડીઝાઇન
Phalodi: ગત ચૂંટણી કરતાં ભાજપની સીટો વધશે કે ઘટશે? જાણો શું કહે છે Satta Bazar


પરિવારે કહ્યું કે 66 વર્ષની અનીતા એનએચએસમાં મેડિકલ સચિવના રૂપમાં પાર્ટ ટાઇમ કામ કરી રહી હતી. રિપોર્ટ અનુસાર પરિવાર ધોળેદહાડે થયેલી આ ઘટનાથી આઘાતમાં છે. ઘટના દરમિયાન હાજર લોકોએ બૂમો પાડવા લાગ્યા. તેમણે સંદિગ્ધ યુવકને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે હુમલો કરી દીધો. આ ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ છે. 


ઉનાળામાં માટલાનું પાણી પીતી વખતે કરશો નહી આ ભૂલ, સ્વાસ્થ્ય પર પડશે ખરાબ અસર
Rahu Gochar 2024: શનિના નક્ષત્રમાં રાહુની એન્ટ્રી, આ રાશિવાળું થશે કલ્યાણ, ગાડી-બંગલા બંધાશે