તમને હેરાન કરી દેશે આ સમાચાર, અંજીરના વૃક્ષથી હત્યાનો ભેદ ઉકેલાયો
40 વર્ષ પહેલા એક શખ્સનું મર્ડર કરવામાં આવ્યું હતું. તેના પેટની અંદર અંજીરના બીજ હતા. જેના બાદ ત્યાં એક વૃક્ષ ઉગી નીકળ્યું હતું. વાંચવામાં આ બાબત તમને અજીબોગરીબ લાગશે, પરંતુ આ માહિતી સાચી છે. 1974માં અમહેટ હર્ગ્યુનર નામના એક શખ્સની હત્યા કરી દેવાઈ હતી. તેની હત્યા ગ્રીક અને ટર્કિશ સંઘર્ષને કારણે થઈ હતી. અનેક વર્ષો સુધી તેની ડેડબોડી મળી ન હતી. પરંતુ જ્યાં તેનું મોત થયું હતું, ત્યાં એક વૃક્ષ ઉગી નીકળ્યું છે, જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે તેની હત્યાનું રહસ્ય દુનિયાની સામે આવ્યું હતું.
આ કિસ્સો સાયપ્રસની છે. હર્ગ્યુનર અને અન્ય એક વ્યક્તિને સંઘર્ષ દરમિયાન ગુફાની અંદર ડાયનામાઈટથી ઉડાવી દેવાયો હતો. તે દરમિયાન ગુફામાં એક કાણુ બની ગયું હતું. આ કાંણામાંથી સૂર્યની રોશની તે અંધારી ગુફા સુધી પહોંચતી હતી અને હર્ગ્યુનરના પેટમાં અંજીરની બીજને પેદા થવાનો મોકો મળ્યો હતો. પછી તો જોતજોતામાં તે પ્લાન્ટ વૃક્ષ બની ગયું હતું.
અંજીરના વૃક્ષને કારણે શંકા ગઈ
આ વૃક્ષ પર સૌથી પહેલું ધ્યાન 2011ના વર્ષમાં ગયું હતું. રિસર્ચર્સ પણ આશ્ચર્ય પામ્યા હતા કે, ગુફાની અંદરથી વૃક્ષ કેવી રીતે ઉગ્યું. કારણ કે, પહાડી વૃક્ષો પર ક્યારેય અંજીર ઉગતા નથી. ત્યારે પહાડનું ખોદકામ કરવામાં આવ્યું હતું, ત્યારે તેની નીચે લાશના અવશેષો હોવાની વાત ખુલી હતી. પોલીસે જ્યારે અહી ખોદકામ કર્યું તો તેને કુલ 3 લાશ મળી આવી હતી. જેમાં તપાસ કરતા માલૂમ પડ્યું કે, અહમેટ હર્ગ્યુનર અને અન્ય બે લોકોને ગુફાની અંદર ડાયનામાઈટથી ઉડાવી દેવાયા હતા. ધમાકાને કારણે ગુફાની અંદર કાણું થઈ ગયું હતું અને તેને મરતા પહેલા અંજીર ખાધુ હતું.
બહેન પાસેથી મળી માહિતી
હર્ગ્યુરની બહેન મુનૂર હર્ગ્યુનરે માહિતી આપી કે, અમે જે ગામમાં રહેતા હતા ત્યાં અંદાજે ચાર હજાર લોકો રહેતા હતા, જેમાંથી અડધી વસ્તી ગ્રીક અને અડધી વસ્તી તુર્કી હતી. 1974માં બંને વચ્ચે તણાવ પેદા થયો હતો. મારો ભાઈ ટર્કિશ રસિસ્ટેંટ ઓર્ગેનાઈઝેશનમાં સામેલ થયો હતો. 10 જૂનના રોજ ગ્રીક લોકો મારા ભાઈને ઉઠાવી લઈ ગયા હતા.મુનૂરે કહ્યું કે, અમે મારા ભાઈને બહુ જ શોધખોળ કરી હતી, પરંતુ તે મળ્યો ન હતો. અમારા બ્લડ સેમ્પલ અને લાશના ડીએનએ પણ મેચ થઈ ગયા છે. આ જ રીતે માલૂમ પડ્યું કે અમારા ભાઈએ છેલ્લો સમય ક્યાં વિતાવ્યો હતો. અંજીરના વૃક્ષને કારણે જ મારા ભાઈ વિશે માહિતી મળી શકી હતી.
2000 લોકોને શોધવા માટે બનાવાઈ હતી કમિટી
ઉલ્લેખનીય છે કે, સાયપ્રસમાં 1981માં ગુમ થયેલા બે હજાર લોકોની શોધખોળ માટે એક કમિટીનું ગઠન કર્યું છે. જે 1963થી 1974ની વચ્ચે ગાયબ થયા હતા. કમિટીમાં ગુમ લોકોનું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું, જેમની શોધખોળ કરાઈ હતી કે, છેલ્લા સમયે તેઓ ક્યાં દેખાયા હતા. ગુમ લોકો શોધવા માટે 1222 વાર ખોદકામ કરીને અભિયાન ચલાવવામાં આવ્યું હતું, પરંતુ માત્ર 26 ટકા કિસ્સામાં અવશેષો જ હાથ લાગ્યા હતા. રિસર્ચકર્તાઓની ટીમને અત્યાર સુધી 890 લોકોના અવશેષો મળી આવ્યા છે.