ઇસ્લામાબાદ : જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના કારણે ગિન્નાયેલા પાકિસ્તાને સમગ્ર વિશ્વના દેશોના દરવાજા ખટખટાવ્યા પરંતુ તેને ચીન ઉપરાંત કોઇ મહત્વનાં દેશનું સમર્થન અને સાથ નથી મળ્યું. જો કે હવે મુસ્લિમ દેશોએ હવે સલાહ જરૂર આપી દીધી. સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા શક્તિશાળી મુસ્લિમ દેશોએ પાકિસ્તાનને ભારત સાથે બેકડોર ડિપ્લોમસી ચેનલ એક્ટિવ કરવા માટેની સલાહ આપી છે. તો બીજી તરફ પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનને પણ વડાપ્રધાન મોદી માટે કડક ભાષાનો ઉફયોગ નહી કરવા માટેની સલાહ આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાઈવેટ કાર માલિક પણ હવે કરી શકશે કાર પૂલિંગ, સરકારે નક્કી કરી ગાઈડલાઈન્સ
પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુનલના સમાચાર અનુસાર 3 સપ્ટેમ્બરે સાઉદી અરબનાં વિદેશી મંત્રી આદિલ અલ જુબેર અને સંયુક્ત આરબ અમીરાતનાં વિદેશ મંત્રી અબ્દુલ્લા બિન અલ નાહયાન ઇસ્લામાબાદ મુલાકાત અંગે પોતાનાં નેતૃત્વ અને કેટલાક અન્ય શક્તિશાળી દેશોની તરફતી સંદેશ લઇને આવ્યા હતા. તેમણે પાકિસ્તાનને કહ્યું કે, તેઓ ભારત સાથે અનૌપચારિક વાત કરે. પોતાની એક દિવસીય મુલાકાત દરમિયાન તેમણે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન, સૈન્ય પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશી સાથે મુલાકાત યોજી હતી.


આર્થિક મંદીઃ ભારતમાં પરિવાર દીઠ દેવું 5 વર્ષમાં 58% વધીને થયું 7.4 લાખ કરોડ
બાબરી મસ્જિદ એક્શન કમિટી સંયોજકનું મોટું નિવેદન, અયોધ્યા મામલે કોઇ વાતચીત મંજૂર નથી...
બેકડોર ડિપ્લોમસી કરવા જણાવ્યું
એક્સપ્રેસ ટ્રિબ્યુનલના અનુસાર બેઠક ખુબ જ ગુપ્ત હતી અને વિદેશ મંત્રાલયનાં પણ ખુબ જ ટોચના અધિકારીઓને આ બેઠકમાં જવા દેવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર સાઉદી અરબ અને યુએઇનાં રાજદ્વારીઓએ ઇચ્છા વ્યક્ત કરી કે તેઓ ભારત- પાકિસ્તાનના વણસેલા સંબંધોમાં મધ્યસ્થતા કરવા માંગે છે. આ પ્રસ્તાવોમાં એક પ્રસ્તાવ પડદા પાછળ વાતચીત (બેક ડોર ડિપ્લોમસી)નો પણ હતો.


સરકારના OBC ની 17 જાતીઓનો SC માં સમાવેશના નિર્ણય પર હાઇકોર્ટે સ્ટે મુક્યો
સંબંધો સુધારવામાં મદદ માટે પાકિસ્તાન માટે કેટલીક શરતો
મધ્યસ્થ પેનલે જણાવ્યું કે, તેઓ કાશ્મીરમાં કેટલાક પ્રતિબંધોમાં છુટછાટ અંગે ભારતને અપીલ કરી શકે છે બશર્તે વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહારો બંધ કરી દેવામાં આવે. તેમણે ઇમરાન ખાનને કહ્યું કે, તેઓ નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો બંધ કરે. જો કે પાકિસ્તાને આ શરતોનો અસ્વિકાર કર્યો અને તેણે કહ્યું કે, તે ભારત સાથે પારંપારિક કુટનીતિ ત્યારે જ કરશે જ્યારે તેઓ પાકિસ્તાનની શરતોને માનવા માટે તૈયાર થઇ જાય. આ શરતોમાં કાશ્મીરમાંથી કર્ફ્યું તથા અન્ય પ્રતિબંધો હટાવવાનો પણ સમાવેશ થાય છે.


શરદ પવારની જાહેરાત મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને NCP 125-125 સીટો પર ચૂંટણી લડશે
19 સપ્ટેમ્બરે સાઉદી અરબ જશે ઇમરાન
જમ્મુ કાશ્મીરમાંથી 370 હટ્યા બાદથી પાકિસ્તાન અને ભારતે પોતાનાં રાજદ્વારી સંબંધો ખતમ કરી દીધા છે. ત્યાર બાદથી ઇમરાન ખાન સતત વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહારો કરે છે. પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય પણ સંબંધો સામાન્ય કરવા માટે પડદા પાછળની કૂટનીતિની મનાઇ કરી ચુક્યા છે. ખાન 19 સપ્ટેમ્બરે બે દિવસની સઉદી અરબની યાત્રાએ જઇ રહ્યા છે, ત્યારે પણ તે કાશ્મીરનો મુદ્દો ઉઠાવી શકે છે.