COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોસ્કો: રશિયામાં એક ગાયે એવા વાછરડાને જન્મ આપ્યો જે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયું. આ વિચિત્ર વાછરડું જોવામાં ડુક્કર જેવું લાગે છે અને તેના બે માથા છે. રશિયાના ખાકસ્સિયા વિસ્તારમાં રહેતા ખેડૂતની ગાયે આ વાછરડાને જન્મ આપ્યો હતો. જો કે દુ:ખની વાત એ છે કે આ મ્યૂટેન્ટ વાછરડું જન્મના થોડા સમય બાદ મોતને ભેટ્યું અને તેની માતા પણ વધુ સમય સુધી જીવિત રહી શકી નહીં. 


આ કારણે થાય છે આવું
ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ ખાકસ્સિયાના કૃષિ અને ખાદ્યાન્ન મંત્રાલયે જણાવ્યું કે આ પ્રકારના વાછરડાનો જન્મ મટકેચિક ગામમાં થયો હતો. ગાયના આ પ્રકારના જેનેટિક ફેરફાર સાથે વાછરડાને જન્મ આપવા પાછળ જીનોમમાં ફેરફાર જવાબદાર છે. મંત્રાલયે કહ્યું કે પશુઓમાં મ્યૂટેશન માટે તેમના આંતરિક અને બહારના માહોલ જવાબદાર હોય છે. 


Viral Video: સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું 'ભૂત', લોકોને ખુબ ડરાવી રહ્યો છે વીડિયો, કાચાપોચા ન જોતા


પ્રખ્યાત થઈ ગયો ખેડૂત
એક્સપર્ટ્સનું કહેવું છે કે મ્યૂટેશન ક્રોસ બ્રીડિંગ દરમિયાન પણ થઈ શકે છે. ખાકસ્સિયા રહીશ ખેડૂતના ત્યાં આવા વિચિત્ર વાછરડાના જન્મની ખબર જ જેવી વાયરલ થઈ કે તેને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી. વાછરડાનો ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. ખેડૂત પણ એકદમ પ્રખ્યાત બની ગયો. જો કે પહેલા વાછરડાનું અને ત્યારબાદ ગાયના મોતથી ખેડૂતને બમણો ફટકો પડ્યો છે. 


Video: જીતનો નશો ઉતર્યો નથી! પાકિસ્તાનના વધુ એક મંત્રીનું ભારત વિશે અજીબોગરીબ નિવેદન


રાજસ્થાનનાં થયો હતો આવો કિસ્સો
હાલમાં જ રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાં એક બે મોઢાવાળા વાછરડાનો જન્મ થયો હતો. તેને બે ગળા અને બે મોઢા હતા. જન્મના ગણતરીના કલાકો બાદ વાછરડાનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ ગામડાના તમામ લોકોએ વાછરડાની સમાધિ બનાવવાનો નિર્ણય લીધો. વિધિ વિધાનથી પૂજા અર્ચના અને મહિલાઓ દ્વારા ભજન ગાન કરાયા બાદ વાછરડાને સમાધિ અપાઈ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube