Viral Video: સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું 'ભૂત', લોકોને ખુબ ડરાવી રહ્યો છે વીડિયો, કાચાપોચા ન જોતા

ટિકટોક યૂઝર્સ એક વાયરલ વીડિયો બાદ ડરેલા છે. લોકો તેને અત્યાર સુધીનો સૌથી ડરામણો વીડિયો ગણાવી રહ્યા છે. 

Updated By: Oct 27, 2021, 02:54 PM IST
Viral Video: સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું 'ભૂત', લોકોને ખુબ ડરાવી રહ્યો છે વીડિયો, કાચાપોચા ન જોતા

લંડન: ટિકટોક યૂઝર્સ એક વાયરલ વીડિયો બાદ ડરેલા છે. લોકો તેને અત્યાર સુધીનો સૌથી ડરામણો વીડિયો ગણાવી રહ્યા છે. વીડિયોમાં બે પાલતુ કૂતરા લડતા જોવા મળે છે. કૂતરાની માલિકણ શેનીફૈંગ તેનો સીસીટીવી ફૂટેજ વારંવાર જોઈ રહી હતી અને અચાનક જ તેને એવો અહેસાસ થયો કે આ અજીબોગરીબ વીડિયોમાં 'ભૂત' છે. શૈનીએ @user3228721954538 નામના પોતાના એકાઉન્ટથી આ વીડિયો ક્લિપ શેર કરી છે. 

તેણે યૂઝર્સને કાળા કૂતરાને ધ્યાનથી જોવાનું કહ્યું. શૈનીએ લખ્યું કે શરૂઆતમાં ઝડપથી ભસવા બદલ માફ કરજો. મારા કાળા કૂતરાને ધ્યાનથી જુઓ. ભૂત તેના કોલરને તેની ક્રેટમાં ઉતારી નાખે છે. વીડિયોની શરૂઆતમાં તેના બંને કૂતરા એક બીજા પર જોર જોરથી ભસી રહેલા જોઈ શકાય છે. બંને અલગ અલગ ક્રેટમાં છે અને સતત એકબીજા પર ભસી રહ્યા છે. 

વીડિયોની શરૂઆતની 25 સેકન્ડ સુધી આમ ચાલ્યા કરે છે પરંતુ ત્યારબાદ અચાનક બંને એકદમ શાંત થઈ જાય છે. થોડીવાર માટે બિલકુલ સતર્ક અને ચૂપચાપ ઊભા રહે છે. કાળો કૂતરો થોડીવારમાં અચાનક પાંજરામાં જતો રહે છે ત્યારે તેનો કોલર વિચિત્ર રીતે આપોઆપ પડી જાય છે. આ ક્લિપના આધારે શૈનીને લાગે છે કે અહીં ભૂત હતું અને અનેક યૂઝર્સે તેની હા માં હા મિલાવી છે. 

જુઓ Video

શેર કરાયા બાદથી અત્યાર સુધીમાં વીડિયોને 10 લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે અને હજારો લોકો કમેન્ટમાં ભૂતિયા ગણાવી ચૂક્યા છે. એક યૂઝરે લખ્યું કે મે ભૂતનો આવો અસલ વીડિયો ક્યારેય જોયો નથી. અન્ય એક યૂઝરે લખ્યું કે બંને શાંત થઈ ગયા કારણ કે તેમણે એનર્જી મહેસૂસ કરી. લોકોએ તેને પરેશાન કરનારી ચૂપ્પી ગણાવી. જો કે કેટલાક લોકોએ કૂતરાના કોલર પડી જવા અંગે પોત પોતાના કારણ આપ્યા અને ભૂતવાળી વાત ફગાવી દીધી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube