Amazing River: કલ્પના કરો કે એક એવી નદી છે જેમાં પાણી જ નથી. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં એક એવી નદી છે જેમાં માત્ર પથ્થરો જ છે. વાસ્તવમાં આ નદી રશિયામાં છે. આ નદીમાં પાણીનું એક ટીપું પણ નથી. અહીં માત્ર પથ્થરો જ દેખાય છે. આ નદીમાં નાનાથી મોટા પથ્થરો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નદી રશિયામાં છે. અહીં 10 ટન વજનના પત્થરો લગભગ 6 ઇંચ સુધી ધરતીમા ધસેલા છે. આ જ કારણ છે કે અહીં કોઈ વનસ્પતિ ઉગી શકતી નથી. રસપ્રદ વાત એ છે કે નદીની આસપાસનું વાતાવરણ ખૂબ જ લીલુંછમ છે. પથ્થરોની આ નદીને સ્ટોન રિવર અથવા સ્ટોન રન કહેવામાં આવે છે. લગભગ છ કિલોમીટર સુધી આ નદીમાં માત્ર પથ્થરો જ છે.



રસપ્રદ વાત એ છે કે તેને જોતા તે બિલકુલ નદીના પ્રવાહ જેવા લાગે છે. 20 મીટરના નાના પ્રવાહોમાંથી, કેટલીક જગ્યાએ આ નદી 200 થી 700 મીટરના મોટા પ્રવાહોનું સ્વરૂપ પણ લે છે. આ અનોખી નદીમાં નાના પથ્થરોથી લઈને મોટા પથ્થરો છે. અહીંના 10 ટન વજનના પથ્થરો ચારથી છ ઇંચ સુધી જમીનની અંદર ધસેલા છે.


અન્ય એક મીડિયા રિપોર્ટ અનુસાર, કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે લગભગ 10,000 વર્ષ પહેલા ગ્લેશિયર્સ ઊંચા શિખરો પરથી તૂટી ગયા હશે, જેના કારણે આ વિચિત્ર નદી બની હશે. આ નદીની આસપાસ ગાઢ જંગલો પણ છે અને તેની નજીક જંગલ વિસ્તાર છે. આ નદીને જોવા માટે લોકો અલગ-અલગ જગ્યાએથી અહીં પહોંચે છે.


આ પણ વાંચો:
અમરનાથ યાત્રાનો પ્રારંભ, ભક્તોને થશે બર્ફાની બાબાના પ્રથમ દર્શન, તમે પણ કરો ઘરબેઠાં
શું તમે ભાડે રહો છો? તમારા કાનૂની હક ખાસ જાણો...મકાન માલિક નહીં કરી શકે હેરાન
ગુજરાતમાં 12 કલાકમાં 179 તાલુકામાં ધોધમાર, વિસાવદરમાં 15, તો જામનગર-અંજારમાં 11 ઈંચ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube