ગુજરાતમાં 12 કલાકમાં 179 તાલુકામાં ધોધમાર વરસાદ, વિસાવદરમાં 15 ઈંચ, તો જામનગર-અંજારમાં 11 ઈચ વરસાદ

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉ. ગુજરાત અને મ. ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં 12 કલાકમાં 179 તાલુકામાં ધોધમાર વરસાદ, વિસાવદરમાં 15 ઈંચ, તો જામનગર-અંજારમાં 11 ઈચ વરસાદ

Gujarat Monsoon 2023: આજે રાજ્યના 179 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 15 ઈંચથી જેટલો વરસાદ ખાબક્યો છે. જામનગર અને અંજારમાં 11 ઈંચ, જ્યારે ભેંસાણ, કપરાડા, ખેરગામ, બરવાડામાં સાડા 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં 15 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ પ્રવર્તી છે, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યાં છે. નીચાણ વાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે. 

બીજી બાજુ અમદાવાદમાં ચાર કલાકમાં સાડા 6 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. જેના કારણે વાસણા બેરેજના 7 દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલાયા છે. જ્યારે કચ્છનાં અંજાર તાલુકામાં પણ 9 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતના 179 તાલુકામાં સાર્વત્રિક વરસાદ થતાં ખુશીની લાગણી પ્રવર્તી છે. જૂનાગઢના વિસાવદરમાં સાડા 14 ઈંચ વરસાદ, જામનગરમાં 11 ઈચ વરસાદ, કચ્છના અંજારમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 25 તાલુકામાં 4 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ આગાહી
વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉ. ગુજરાત અને મ. ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવનાં છે.

જૂનાગઢના વિસાવદર તાલુકામા 14 ઈંચ વરસાદ નોંધાયો
જામનગર તાલુકામાં પણ 8.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે જૂનાગઢનાં વિસાવદર તાલુકામાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા બે કલાકમાં વિસાવદર તાલુકામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી રાજ્યનાં 151 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. કચ્છમાં પણ મેઘમહેર થતા અંજાર તાલુકામાં 9 ઈંચ વરસાદ પડ્યો છે. જામનગર તાલુકામાં 8.5 ઈંચ વરસાદ નોંધાયો છે. 

દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 24 કલાક રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે. આગામી ત્રણ કલાક વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ખેડા, મહીસાગર, અરવલ્લી, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહેશે. તેમજ આવતીકાલે છુટા છવાયા વરસાદની સંભાવનાં છે. ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદ પડ્યો છે.

જામનગરમાં છેલ્લા 12 કલાકમાં 11 ઈંચ વરસાદ નોંધાયો
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે જામનગરમાં છેલ્લા 12 કલાકમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે. રાત્રીનાં બે વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે 11 ઈંચ વરસાદમાં જ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા છે. નવાગામ, ઘેડ, ગોકુલનગર, મોમાઈ નગરમાં પાણી ભરાયા છે. બેડીગેઈટ અને કાલાવડ નાકા બહારનાં વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે. ભીમવાસાં ઘરમાં પાણી ભરાવવાની વર્ષોની સમસ્યાનો હજુ પણ ઉકેલ આવ્યો નથી. જેથી લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news