કોલંબો: લોકસભા ચૂંટણીમાં સતત બીજી વખત જીત્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી પહેલી વખત વિદેશ યાત્રાના રૂપમાં માલદીવ બાદ જ્યારે શ્રીલંકા પહોંચ્યા ત્યારે તે સમયે જોવા લાયક નજારો ઉત્પન્ન થયો હતો. રાષ્ટ્રપતિ આવાસમાં મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરેસેના પણ હાજર રહ્યાં હતા. સિરિસેના હાથમાં છત્રી લઇને જોવા મળ્યા હતા. છત્રીમાં પોતાને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વરસાદથી બચાવી રહ્યાં છે. મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં અશોકનો છોડનું વાવેતર કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- ઈટાવામાં રાજધાની એક્સપ્રેસની અડફેટમાં 4 લોકોના મોત, અન્ય યાત્રી ઘાયલ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાની સાથે રવિવારે દસ દિવસની અંદર બીજી વખત મુલાકાત કરી છે અને બંને નેતા આ વાત પર સંમત થયા છે કે, આતંકવાદ ‘સંયુક્ત ખતરો’ છે. જેના પર સંયુક્ત કાર્યવાહી કરવી જોઇએ. શ્રીલંકામાં એપ્રિલમાં ઇસ્ટર પર થયેલા આતંકવાદી હુમલા બાદ દેશના પ્રવાસ પર આવેલા પીએમ મોદી પહેલા વિદેશી નેતા છે. તેમનો પ્રવાસ હુમલા બાદ શ્રીલંકાની સાથે ભારતની એકજૂટતાને દર્શાવે છે.


વધુમાં વાંચો:- આજનો સોમવાર છે ખાસ, નોકરી-પ્રમોશન-વિવાહને લગતી બધી સમસ્યાઓ થશે દૂર


રાષ્ટ્રપતિ સિરિસેનાની સાથે વાત કર્યા બાદ મોદીએ ટ્વિટ કર્યું, રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાની સાથે મુલાકાત થઇ જે દસ દિવસની અંદર બીજી મુલાકાત છે. રાષ્ટ્રપતિ સિરિસેના અને મેં આ વાત પર સંમત હતા કે આતંકવાદ સંયુક્ત ખતરો છે. જેના પર સંયુક્ત કાર્યવાહી કરવાની જરૂરીયાત છે. શ્રીલંકાના સલામત અને સમૃદ્ધ ભવિષ્ય માટે ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી.


J&Kના કઠુઆ રેપ કેસમાં આજે ચૂકાદો સંભવ, 8 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા


વિદેશ મંત્રાલાયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, બંને નેતાઓએ પરસ્પર હિતના દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચા કરી. રાષ્ટ્રપતિ સિરિસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગતમાં ભોજન સમારંભનું આયોજન કર્યું. મોદીને તેમના ‘વિશેષ મિત્ર’ સિરિસેનાએ બુદ્ધની સમાધીવાળી કલાકૃતિ ભેટ તરીકે મળી.


વધુમાં વાંચો:- પશ્ચિમ બંગાળ હિંસા પર કેન્દ્રએ આપી સલાહ, મમતા સરકારે કહ્યું, ‘સ્થિતિ નિયંત્રણમાં છે’


વડાપ્રધાન કાર્યકાળને ટ્વિટ કર્યું, ખાસ મિત્રથી મળી ખાસ ભેટ. રાષ્ટ્રપતિ મૈત્રીપાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બુદ્ધની સમાધીવાળી કલાકૃ ભેટમાં આપી. તેને અનુરાધાપુર યુગની સૌથી સુંદર કલાકૃતિ માવનામાં આવે છે. આ કલાકૃતિ ચૌથી અને સાતમી ઈસ્વી વચ્ચે બનાવવામાં આવી હતી.


વધુમાં વાંચો:- UP: પરિવારની સામે જ કિશોરીને ઉઠાવી ગયા, 6 લોકોએ આચર્યું દુષ્કર્મ !


તેમાં કહેવામાં આવ્યું છે, ‘બુદ્ધની સમાધીવાળી કલાકૃતિ હાથથી બનાવવામાં આવી છે. તેને બનાવવામાં લગભગ 2 વર્ષ લાગ્યા હતા. કલાકૃતિમાં બુદ્ધ જે મુદ્રામાં બેઠા છે તેનાથી મુદ્રાનું ધ્યાન મુદ્રાના નામેથી ઓળખવામાં આવે છે.’


વધુમાં વાંચો:- મુલાયમ સિંહ યાદવની તબિયત ફરી કથળી, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા


આ પહેલા રાષ્ટ્રપતિ સચિવાલય જવાના રસ્તામાં વડાપ્રધાન મોદીના કાફલા કોલંબોમાં કૈથોલિક ચર્ચ પહોંચ્યાં. મોદીએ ચર્ચ પર થયેલા ઘાતકી હુમલાનો શિકરા બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, મને વિશ્વાસ છે કે, શ્રીલંકા ફરી ઉભું થશે. કાયર આતંકી કૃત્યો શ્રીલંકાના વિશ્વાસને હરાવી શકશે નહીં. શ્રીલંકાના લોકની સાથે ભારત એકજુટથ ઇને ઉભું છે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...