નવી દિલ્હી: પાકિસ્તાનની ચૂંટણીમાં હંમેશા ભારત વિરોધનો મુદ્દો જરૂર હોય છે અને તેના આધાર પર જનતાની ભાવનાઓને ભડકાવીને મત પ્રાપ્ત કરવાની કવાયદ લાંબા સમયથી ચાલે છે. આ વખતે મામલો થોડો અલગ છે. પાકિસ્તાનમાં 25 જૂલાઇના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીમાં આ વખતે ભારત વિરોધ થોડો ઓછો જોવા મળી રહ્યો છે પરંતુ આ વખતે અહીંના રાજકારણની ધરી પીએમ મોદીના પૂરજોર વિરોધ પર ટકેલી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવાજ શરીરફના જેલ ગયા બાદ આ ચૂંટણીમાં સૌથી મોટો ચહેરો બનીને ઉભરેલા પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ પાર્ટીના નેતા ઇમરાન ખાનથી માંડીને આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના નેતા હાફિઝ સઇદ સહિત તમામ નાના-મોટા રાજનેતા પીએમ મોદીનો વિરોધના નામે વોટ માંગી રહ્યા છે.



ઇમરાન ખાન
થોડા દિવસો પહેલાં ઇમરાન ખાને પ્રસિદ્ધ ડોનને આપેલા એક ઇન્ટવ્યૂંમાં કહ્યું કે પાકિસ્તાને તો ભારત સાથે સંબંધ સુધારવાના પ્રયત્નો કર્યા પરંતુ મોદી સરકારની પાકિસ્તાન વિરોધી આક્રમક નીતિઓના લીધે બંને સરકાર વચ્ચે સંબંધો સહજ ન રહ્યા. તેમણે ત્યાં સુધી કહ્યું કે જ્યારે પીએમ મોદીની નીતિ જ પાકિસ્તાન વિરોધી છે તો પાક એકલું શું કરી શકે?


ફક્ત એટલું જ નહી ઇમરાન ખાનના પ્રચારની રીત પણ કેટલીક હદ સુધી પીએમ મોદીની શૈલી સાથે મળે છે. તે બાકી પક્ષો પર તે પ્રકારના પરિવારવાદ અને ભ્રષ્ટાચારના આરોપ લગાવતા રહ્યા છે જે પ્રકારે મોદી કોંગ્રેસ જેવા પક્ષો પર હુમલા કરે છે. વિશ્લેષકોના અનુસાર ઇમરાન ખાન જોકે ભારતીય વડાપ્રધાન પર હુમલા સમજી વિચારેલી રણનીતિ મુજબ કરી રહ્યા છે. જોકે તેમને ખબર છે કે પાકિસ્તાનમાં મોદીના નામના વિરોધમાં તેમને ચૂંટણીમાં ફાયદો થઇ શકે છે. આમ એટલા માટે કારણ કે આ સામાન્ય ધારણા વિકસિત થઇ રહી છે પીએમ મોદીની સીધી વિદેશ નીતિના લીધે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પર અલગ-થલગ થઇ રહ્યું છે અને તેનાથી વિરૂદ્ધ ભારતના કદમાં સતત વધારો થઇ રહ્યો છે. 


હાફિઝ સઇદ
2008ના મુંબઇ આતંકી હુમલાના માસ્ટરમાઇંડ હાફિઝ સઇદે આ વખતે પોતાના ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેનો પુત્ર અને જમાઇ ચૂંટણી લડી રહ્યા છે. તેની પાર્ટીને ચૂંટણી લડવાની પરવાનગી મળી નથી તો તેણે એક બીજી પંજીકૃત પક્ષના બેનર હેઠળ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. તે પોતાની રેલીઓમાં વડાપ્રધાન નરેંદ્ર મોદીને નિશાન સાધતાં કહી રહ્યા છે કે મોદી સરકાર કાશ્મીરમાં નદીઓ પર પુલ બાંધવા માંગે છે. આમ કરીને તે પાકિસ્તાનનું પાણી રોકી રાખવાનો ઇરાદો છે. જોકે તે જનતાને કહી રહ્યા છે કે એવા લોકોને સંસદમાં મોકલે જે ભારત સરકારના આ પગલાંને રોકવાનું સાહસ કરી શકે.