નવી દિલ્હી: વડાપ્રધાન મોદી સાઉદી અરબના પોતાના ફક્ત 33 કલાકના પ્રવાસમાં એક તીરથી અનેક નિશાન સાધીને આવ્યાં છે. સાઉદી અરબ સાથે ભારતના સંબંધ વધુ મજબુત થશે, કાશ્મીર પર પાકિસ્તાનનો સાથ આપનારા તુર્કીને પણ કૂટનીતિક ફટકો પડશે. આર્થિક મોરચે જોઈએ તો ભારત માટે રોકાણના અનેક રસ્તા ખુલવા જઈ રહ્યાં છે. આ પ્રવાસની સૌથી મહત્વની વાત એ છે કે બંને દેશ પરસ્પર સંબંધોને મજબુત બનાવવા માટે ભારત-સાઉદી અરેબિયા સ્ટ્રેટેજિક કાઉન્સિલ બનાવવામાં આવશે. જે બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારી પર કામ કરશે. સાઉદી અરેબિયા ચોથો દેશ છે જેની સાથે ભારતે આ કરાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રણનીતિક ભાગીદારી માટે બનેલી આ કાઉન્સિલની અધ્યક્ષતા ભારતીય વડાપ્રધાન અને કિંગ સલમાન કરશે. તેના દ્વારા સરકાર ટુ સરકાર મિકેનિઝમ બનાવવામાં આવશે. જે બંને દેશો વચ્ચે વિકાસ, રણનીતિક ભાગીદારીને આગળ વધારે. સાઉદી અરબ અગાઉ ભારતે આ પ્રકારના કરાર જે ત્રણ દેશો સાથે કર્યા છે તેમાં જાપાન, રશિયા અને જર્મની સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાઉદી અરબની આ 33 કલાકની યાત્રા ઈમરાનના જેહાદી કાર્ડ પર મોટી કૂટનીતિક સ્ટ્રાઈક ગણવામાં આવી રહી છે. 


સાઉદી અરબ ભારતમાં 100 બિલિયન ડોલરનું કરશે રોકાણ, અનેક ક્ષેત્રે કરાર


પીએમ મોદીના પ્રવાસની આ સૌથી મોટી સફળતા ગણાય છે કે ભારત અને સાઉદી અરબના સંબંધોને મજબુત બનાવવા માટે ભારત-સાઉદી અરબ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ કાઉન્સિલની રચના થઈ રહી છે. પીએમ મોદીએ અરબ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે ભારત પોતાના ક્રુડ ઓઈલનો લગભગ 18ટકા ભાગ સાઉદી અરબથી આયાત કરે છે. જે અમારા માટે ક્રુડ ઓઈલનો બીજો સૌથી મોટો સ્ત્રોત છે. અમે હવે એક ક્લોઝ રણનીતિક ભાગીદારી તરફ આગળ વધી રહ્યાં છીએ. આ સાથે જ આતંકવાદના મુદ્દે પણ ભારત અને સાઉદી અરબ એક બીજાને પડખે છે. પીએમ મોદીએ કહ્યું કે મારું માનવું છે કે ભારત અને સાઉદી અરબ જેવી એશિયાઈ શક્તિઓ પોત પોતાના પાડોશમાં સરખી રીતે સુરક્ષા ચિતાઓને શેર કરે છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...