સાઉદી અરબ ભારતમાં 100 બિલિયન ડોલરનું કરશે રોકાણ, અનેક ક્ષેત્રે કરાર

ભારતની સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સતિએ જણાવ્યું કે, "સાઉદી અરબ ભારતમાં ઊર્જા, રિફાઈનિંગ, પેટ્રોકેમિકલ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રીકલ્ચર, મિનરલ્સ અને માઈનિંગ ક્ષેત્રે 100 બિલિયન ડોલરનું રોકાણ કરવાનું વિચારી રહ્યું છે. સાઉદી આરબની સૌથી મોટી તેલ રિફાઈનરી અરામકો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. સાથે વ્યૂહાત્મક ભાગીદારી અંગે વિચારી રહી છે."

Updated By: Oct 29, 2019, 10:59 PM IST
સાઉદી અરબ ભારતમાં 100 બિલિયન ડોલરનું કરશે રોકાણ, અનેક ક્ષેત્રે કરાર
પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન-સલમાન સાથે પીએમ મોદીની વાટાઘાટો.

રિયાધઃ સાઉદી અરબ, વિશ્વનો સૌથી મોટો ખનિજ તેલ નિકાસકાર દેશ ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં 100 બિલિયન ડોલરનું રોકાણ કરવા માગે છે. સાઉદી અરબ ભારતમાં પેટ્રોકેમિકલ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાણકામ સહિતના અનેક ક્ષેત્રે ભારતમાં વિશાળ તકો શોધી રહ્યું છે. સાઉદીના રાજદૂત ડો. સઉદ બિન-મોહમ્મદ અલ-સતિએ જણાવ્યું કે, સાઉદી અરબ માટે ભારત આકર્ષક રોકાણ માટેનો દેશ છે અને અમે ખનિજ તેલ, ગેસ અને ખાણ ક્ષેત્રે લાંબા ગાળાની ભાગીદારી પર નજર રાખી રહ્યા છીએ. 

ભારતની સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સતિએ જણાવ્યું કે, "સાઉદી અરબ ભારતમાં ઊર્જા, રિફાઈનિંગ, પેટ્રોકેમિકલ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રીકલ્ચર, મિનરલ્સ અને માઈનિંગ ક્ષેત્રે 100 બિલિયન ડોલરનું રોકાણ કરવાનું વિચારી રહ્યું છે. સાઉદી આરબની સૌથી મોટી તેલ રિફાઈનરી અરામકો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. સાથે વ્યૂહાત્મક ભાગીદારી અંગે વિચારી રહી છે."

સઉદીના રાજદૂત અલ-સતિએ વધુમાં જણાવ્યું કે, "સાઉદી અરામકો વેસ્ટ કોસ્ટ રિફાઈનરીમાં ઉર્જા ક્ષેત્રે 44 બિલિયન ડોલરનું રોકાણ કરવા માગી રહી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં એક પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ અને રિલાયન્સ સાથે લાંબા ગાળાની ભાગીદારી કરવા વિચારી રહી છે. તેનાથી બંને દેશના દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બનશે."

ભારત-સાઉદી અરબ વેપાર ભાગીદારી
સાઉદી અરબ ભારતમાં ઉર્જા ક્ષેત્રે સૌથી મોટો ભાગીદાર દેશ છે. ભારતની 32 ટકા એલપીજી જરૂરિયાત અને 17 ટકા ખનિજ તેલની જરૂરિયાત સાઉદી અરબ પુરું કરી રહ્યું છે. રાજદૂતે વધુમાં જણાવ્યું કે, ભારત અને સાઉદી અરબે સંયુક્ત ભાગીદારી અને રોકાણ અંગેના 40થી વધુ ક્ષેત્રો શોધ્ા છે અને વર્તમાન 34 બિલિયન ડોલરનો દ્વિપક્ષીય ભાગીદારીને આગળ વધારવા તરફ આગળ વધી રહ્યા છીએ. 

બંને દેશ વચ્ચે નીચેના વિવિધ ક્ષેત્રે કરાર 

 • સંરક્ષણ ઉદ્યોગમાં દ્વિપક્ષીય સહયોગ
 • હવાઈ સેવાઓ અંગે કરાર
 • અક્ષય ઊર્જા ક્ષેત્રે સહયોગ
 • મેડિકલ ઉત્પાદનોનું નિયમન
 • માગમાં રહતી દવાઓ અને માદક પદાર્થોનું ઉત્પાદન
 • સાઉદી અરામકો ભારતમાં વિવિધ ક્ષેત્રે રોકાણ કરશે
 • બંને દેશની વ્યૂહાત્મક સંસ્થાઓ વચ્ચે ભાગીદારી
 • રિટેલ આઉટલેટ્સ અંગે અલ જેરી અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન વચ્ચે કરાર
 • સ્ટોક એક્સચેન્જ અંગે કરાર
 • હજ સાથે જોડાયેલા સહયોગ અંગે કરાર
 • રૂપે કાર્ડ અંગે કરાર 

સાઉદીના રાજદૂતે વધુમાં જણાવ્યું કે, "સાઉદી રાજકુમાર મોહમ્મદ બિન સલમાનના 'વિઝન 2030'નો ફાયદો ભારત અને સાઉદી અરબ વચ્ચેની ભાગીદારીમાં પણ થશે. વિઝન 2030 અંતર્ગત સાઉદી અરબ તેના અર્થતંત્રનો બહોળો વિકાસ કરવા માગે છે અને વિશ્વના દેશોમાં રોકાણ કરીને આવકનાં નવાં સ્રોત ઉભા કરવા માગે છે."

જુઓ LIVE TV...

દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...