ASEAN-INDIA સંમેલન: PM મોદી બોલ્યા- `એકીકૃત, મજબુત અને સમૃદ્ધ આસિયાન ભારતના હિતમાં`
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ASEAN-INDIA સંમેલનમાં કહ્યું કે ભારતની એક્ટ ઈસ્ટ નીતિ અમારા હિન્દ-પ્રશાંત વિઝનનો મહત્વનો ભાગ છે અને આસિયાન તેના મૂળમાં છે. પીએમ મોદીએ કહ્યું કે એકીકૃત, મજબુત અને સમૃદ્ધ આસિયાન ભારતના હિતમાં છે. આ અગાઉ થાઈલેન્ડ પ્રવાસ પર ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કહ્યું કે ભારતમાં રોકાણ કરવાનો આ ઉત્તમ સમય છે. આદિત્ય બિરલા ગ્રુપના એક કાર્યક્રમમાં પીએમ મોદીએ આ વાત કરી.
બેંગકોક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ASEAN-INDIA સંમેલનમાં કહ્યું કે ભારતની એક્ટ ઈસ્ટ નીતિ અમારા હિન્દ-પ્રશાંત વિઝનનો મહત્વનો ભાગ છે અને આસિયાન તેના મૂળમાં છે. પીએમ મોદીએ કહ્યું કે એકીકૃત, મજબુત અને સમૃદ્ધ આસિયાન ભારતના હિતમાં છે. આ અગાઉ થાઈલેન્ડ પ્રવાસ પર ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કહ્યું કે ભારતમાં રોકાણ કરવાનો આ ઉત્તમ સમય છે. આદિત્ય બિરલા ગ્રુપના એક કાર્યક્રમમાં પીએમ મોદીએ આ વાત કરી.
ભારતનો આ સુવર્ણ સમય, આગામી લક્ષ્ય 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી: PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં હોવાનો આ સૌથી સારો સમય છે. અનેક ચીજો છે જે ઉપર જઈ રહી છે જ્યારે કેટલીક ચીજો નીચે પણ આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ, ઈઝ ઓફ લિવિંગ, એફડીઆઈ, ફોરેસ્ટ કવર, ઉત્પાદકતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આવી રહ્યાં છે. જ્યારે ટેક્સ, ટેક્સ દર, ભ્રષ્ટાચાર વગેરે નીચે આવી રહ્યાં છે.
તેમણે કહ્યું કે ભારતનું હવે આગામી લક્ષ્યાંક 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનવાનું છે. 2014માં જ્યારે મારી સરકાર આવી હતી ત્યારે ભારતની જીડીપી લગભગ 2 ટ્રિલિયન ડોલરની હતી. 65 વર્ષમાં 2 ટ્રિલિયન પરંતુ હ વે પાંચ વર્ષમાં અમે તેને વધારીને લગભગ 3 ટ્રિલિયન ઈકોનોમી સુધી પહોંચાડી છે.
જુઓ LIVE TV