રશિયા અને ભારતના સંબંધ જુના અને ખુબજ મજબૂત છે: પીએમ મોદી
રશિયાના વ્લાદિવોસ્તોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કરતા કહ્યું કે, ભારત અને રશિયાના સંબંધ ખુબજ જુના અને ખુબજ મજબૂત છે. બંને દેશોની વચ્ચે મહત્વની ભાગીદારી છે. વડાપ્રધાન નરેનદ્ર મોદી બે દિવસના રશિયા પ્રવાસ પર છે.
નવી દિલ્હી: રશિયાના વ્લાદિવોસ્તોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કરતા કહ્યું કે, ભારત અને રશિયાના સંબંધ ખુબજ જુના અને ખુબજ મજબૂત છે. બંને દેશોની વચ્ચે મહત્વની ભાગીદારી છે. વડાપ્રધાન નરેનદ્ર મોદી બે દિવસના રશિયા પ્રવાસ પર છે. રાષ્ટ્રપતિ પુતિનની સાથે પીએમ મોદીએ બે કલાક સુધી ચર્ચા કરી હતી. તે દરમિયાન ઉર્જા રક્ષાના ક્ષેત્રમાં કેટલાક કરાર થયા. વડાપ્રધાને કહ્યું કે, આજે પુતિનની સાથે મુલાકાત ખુબજ અગત્યની રહી છે.
આ પણ વાંચો:- Video: લંડનમાં ભારતીય હાઈ કમિશન સામે પાકિસ્તાની પ્રદર્શનકારીઓનો હંગામો, ફેક્યાં ઇંડા
રાષ્ટ્રપિત વ્લાદિમીર પુતનીની સાથે વડાપ્રધાન મોદી Zvezda શિપયાર્ડ દેખવા પહોંચ્યા. આર્કટિક શિપિંગમાં આ શિપયાર્ડનું મહત્વનું યોગદાન છે. તે દરમિયાન પુતિને વડાપ્રધાન મોદીને શિપયાર્ડના કટિંગ એજ ટેક્નોલોજી પણ દેખાડ્યા હતા.
આ પણ વાંચો:- રશિયાના વ્લાદિવોસ્તોકમાં પીએમ મોદી અને પુતિનની મુલાકાત, બંને વચ્ચે થશે દ્વિપક્ષીય ચર્ચા
પીએમ મોદી બુધવાર સવારે રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચ્યા હતા. જ્યાં તેમને એરપોર્ટ પર જ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો. તેમના બે દિવસીય પ્રવાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ (ઇઇએફ) તે બંને દેશોની વચ્ચે 20મી વાર્ષિક સમિતમાં ભાગ લેવા જઇ રહ્યાં છે. રશિયા પહોંચવા પર પીએમ મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, રશિયાની રાજધાની વ્લાદિવોસ્તોક પહોંચી ગયા છે. આ ટૂંકી પણ મહત્વની યાત્રામાં વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થવાની અપેક્ષા છે.
જુઓ Live TV:-