આજે ધરતી સાથે ટકરાઇ શકે છે ક્ષુદ્રગ્રહ, સ્પીડ 30000 KM; NASA એ આપી ચેતાવણી
હવાઇ જહાજ જેટલા આકારનો એક ક્ષુદ્રગ્રહ આજે ધરતી સાથે ટકરાઇ શકે છે. નાસાએ એલર્ટ જાહેર કર્યું છે તેની સ્પીડ 30 હજાર કિલોમીટર પ્રતિ કલાક છે. હજારો વર્ષ પહેલાં પણ આ ઘટના થઇ હતી.
Asteroid may hit Earth today: હવાઇ જહાજ આકાર જેટલો એક ક્ષુદ્રગ્રહ આજે ધરતી સાથે ટકરાઇ શકે છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ એલર્ટ જાહેર કર્યું છે. નાસાએ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ક્ષુદ્રગ્રહનો આકાર લગભગ 99 ફૂટ છે. ચેતાવણી જાહેર કરી કે 11 જૂને સાંજે સાડા ચાર વાગે લગભગ આ ક્ષુદ્રગ્રહ ધરતી એકદમ નજીકથી પસાર થશે. આ ક્ષુદ્રગ્રહ લગભગ 30 હજાર કિલોમીટરની ઝડપે ધરતી તરફ આગળ વધી રહ્યો છે. નાસાની ટીમ આ ક્ષુદ્રગ્રહને 2024 CR9 આપ્યું છે.
અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું કહેવું છે કે આવી જ ઘટના 52 હજાર વર્ષ પહેલા પણ બની હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમાન કદનો એક લઘુગ્રહ આપણી પૃથ્વી સાથે અથડાયો હતો. પછી વિનાશ સર્જાયો હતો. જો આવી ઘટના ફરીથી બનશે તો પૃથ્વીમાં 2.2 કિલોમીટર લાંબો અને 467 મીટર ઊંડો ખાડો સર્જાશે. જોકે, નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તે પૃથ્વી સાથે અથડાવાની શક્યતા ઘણી ઓછી છે. મોટાભાગે આ એસ્ટરોઇડ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થવાની સંભાવના છે. જોકે રિપોર્ટસ આધારે આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે, હજુ સુધી ક્ષુદ્રગ્રહ ધરતી સાથે ટકરાયો હોય એવી કોઈ માહિતી મળી નથી અને zee 24 Kakal આવી માહિતીને પુષ્ટિ પણ કરતું નથી.
BUY-SELL: રિસર્ચ ટીમે શોધી કાઢેલા Top 20 Stocks કરાવશે કમાણી, જાણી લો ટાર્ગેટ
PSU Stock: ખરીદી લેજો આ સરકારી શેર બનશે સવા શેર, બ્રોકરેજે કહ્યું- ₹1670 જશે ભાવ
ક્ષુદ્રગ્રહ ધરતી સાથે ટકરાતા શું થશે?
નસાએ એ પણ કહ્યું કે 7.4 મિલિયમ કિમીના અંતરથી ધરતીની તરફ આગળ વધી રહેલા ક્ષુદ્રગ્રહનો આકાર 330 મીટર પહોળો અને 750 મીટર લાંબો છે. જો આ ક્ષુદ્રગ્રહ ધરતી સાથે ટકરાઇ ગયો તો તેનાથી પૃથ્વી પર 424 મેગાટનની બરાબર ઉર્જા નિકળશે. તેનાથી તબાહી મચી શકે છે અને આપસાસનો વિસ્તાર સંપૂર્ણ પણે નષ્ટ થઇ શકે છે. આસપાસની બિલ્ડીંગો ધ્વસ્ત થઇ શકે છે.
આ 5 કારણોથી ગામડાંમાં ધડાધડ વેચાય છે Bolero, જાણીને તમે પણ થઇ જશો ફેન
ક્ષુદ્રગ્રહ હકિકતમાં એક ખડક છે. તેનું પોતાનું કોઈ વાતાવરણ નથી. તે ચોક્કસપણે આપણા સૌરમંડળનો એક ભાગ છે, પરંતુ તે ન તો ગ્રહ કે ઉપગ્રહની શ્રેણીમાં આવે છે. તે આપણા સૌરમંડળમાં સતત ફરતું રહે છે. એસ્ટરોઇડના કદમાં પણ નોંધપાત્ર તફાવત છે. તેમનો વ્યાસ એક કિલોમીટરથી લઈને હજાર કિલોમીટર સુધીનો હોઈ શકે છે.
આ પહેલાં નાસાએ અન્ય ક્ષુદ્રગ્રહને લઇને પણ ચેતાવણી આપી હતી કે 280 ફૂટ આકાર જેટલો મોટો એક ક્ષુદ્રગ્રહ 21 એપ્રિલના રોજ પૃથ્વી સાથે ટકરાઇ શકે છે. આ ક્ષુદ્રગ્રહને 2024 GM નામ આપવામાં આવ્યું હતું. જોકે થયું એવું કે તે પૃથ્વીની નજીકથી પસાર થયો અને પછી ફરી વળીને તે તરફ નિકળી ગયો, જ્યાંથી આવ્યો હતો.
Disclaimer: NASA દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે આ ઘટના પ્રકાશિત કરવામાં આવી હતી. આ ઘટના સાથે Zee 24 Kakalને કોઈ લેવા દેવા નથી.