વોશિંગટનઃ અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા (NASA) ના પરસેવેરેન્સ રોવરની સાથે મંગળ પર પહોંચેલા Ingenuity હેલિકોપ્ટરે ઉડાન ભરીને ઈતિહાસ રચી દીધો છે. આશરે 6 વર્ષની મહેનત બાદ બનાવવામાં આવેલા આ હેલિકોપ્ટરની લાલ ગ્રહ પર થનાર પ્રથમ ઉડાનને લઈને દુનિયામાં ઉત્સુકતાનો માહોલ હતો. નાસાએ ઘણી ચેનલો દ્વારા આ ઐતિહાસિક ઘટનાનું લાઇવ પ્રસારણ કર્યું છે. 


નાસા કરશે લાઇવ સ્ટ્રીમિંગ
Ingenuity હેલિકોપ્ટરે મંગળ ગ્રહના જેજેરો ક્રેટરમાં બનેલા એક અસ્થાયી હેલિપેડથી ઉડાન ભરી, આ ધરતી સિવાય પ્રથમવાર કોઈ બીજા ગ્રહ પર હેલિકોપ્ટરની ઉડાન છે. આ મિશનને નાસાના કેલિફોર્નિયા સ્થિત જેટ પ્રોપલ્સન લેબોરેટરી લાઇવ સ્ટ્રીમિંગ કરી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube