નવી દિલ્હી: કોરોનાનો સામનો કરી રહેલી દુનિયા સામે વર્ષ 2020માં વધુ એક સરપ્રાઇઝ સામે આવ્યું છે. નાસા (NASA)ના વૈજ્ઞાનિકોએ ભવિષ્યવાણી કરી છે કે, 3 નવેમ્બરના યોજાનાર અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીથી એક દિવસ પહેલા પૃથ્વી તરફ વધી રહેલા એક નાનો એસ્ટરોઇડ (asteroid) અથડાઇ શકે છે. આંકડાઓ અનુસાર આ એસ્ટરોઇડની પૃથ્વી સાથે અથડાવવાની 0.41 ટકા આશંકા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએનએનની એક રિપોર્ટ અનુસાર નાસાના વૈજ્ઞાનિકોએ ભવિષ્યવાણી કરી છે કે, 0.002 કિલોમીટર (લગભગ 6.5 ફૂટ)ના વ્યાસવાળા એસ્ટરોઇડ '2018VP1' અમેરિકા ચૂંટણી 2020ના એક દિવસ પહેલા પૃથ્વીની નજીકથી પસાર થશે.


આ પણ વાંચો:- US રાષ્ટ્રપતિ ચૂંટણી: જોવા મળ્યો ભારતનો દબદબો, ટ્રમ્પના પ્રચાર VIDEOમાં PM મોદી


આ અસ્ટરોઇડની પ્રથમ વખત 2018માં કેલિફોર્નિયાના પાલોમર ઓબ્ઝર્વેટરીમાં ઓળખ કરવામાં આવી હતી.


નાસાનું કહેવું છે કે, આ અસ્ટરોઇડના અથડાવવાને લઇને ત્રણ સંભવિત પ્રભાવો થઇ શકે છે. પરંતુ અમેરિકાની સ્પેસ એજન્સીએ 21 અવલોકનોના આધાર પર 12.968 દિવસનો જે અંતરાલ નક્કી કર્યો છે, તેના અનુસાર આ અસ્ટરોઇડના અથડાવવાની ઊંડી અસર થશે નહીં.


આ પહેલા ગત સપ્તાહના અંતે, એક કાર આકારનો ગ્રહ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થયો છે. આઘાતજનક અને ચિંતાજનક બાબત એ હતી કે તે પસાર થયા પછી વૈજ્ઞાનિકોને તેના વિશે જાણ થઈ.


આ પણ વાંચો:- રાષ્ટ્રપતિ Donald Trump એ પોર્ન સ્ટારને ચૂકવવા પડશે અધધધ...રૂપિયા, જાણો શું છે મામલો


નાસાએ જણાવ્યું છે કે, આ એસ્ટરોઇડ રવિવારે બપોરે 12.08 વાગ્યે ઇડીટી (ભારત સમય પ્રમાણે 9.38) દક્ષિણ હિંદ મહાસાગરથી 2,950 કિ.મી ઉપરથી પસાર થયો હતો.


જણવા દઇએ કે, મોટી સંખ્યામાં નિયર અર્થ એસ્ટરોઇડ (NEAs) પૃથ્વીથી સુરક્ષિત અંતરમાંથી પસાર થાય છે. સામાન્ય રીતે તેમનું અંતર ચંદ્રથી પૃથ્વી વચ્ચેના અંતર કરતા વધારે હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર