નવી દિલ્હી : અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાનુ માર્સ ઈનસાઈટ લેન્ડર યાન સફળતાપૂર્વક મંગળની સપાટી પર ઉતરી ગયું છે. ભારતીય સમય અનુસાર, સોમવારની રાત્રે અંદાજે 1.24 કલાકે મંગળ પર તે લેન્ડ થયું હતું. ઈનસાઈટ લેન્ડર યાનને મંગળની રહસ્યમયી દુનિયા વિશે જાણકારી મેળવવા માટે ત્યા ઉતારાયું છે. વૈજ્ઞાનિકોને આશા છે કે આ યાન મંગળ ગ્રહના નિર્માણની પ્રક્રિયાની સમજવા માટે મદદગાર સાબિત થશે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઈનસાઈટને મંગળ ગ્રહ પર લોન્ચ થવા માટે માત્ર 6 થી 7 મિનીટનો સમય લાગ્યો હતો. આ દરમિયાન તેનો પીછો કરી રહેલ બંને સેટેલાઈટ્સ દ્વારા દુનિયાભરના વૈજ્ઞાનિકોની નજર ઈનસાઈટ પર ટકી રહી હતી. બંને સેટેલાઈટ્સના નામ વોલઈન અને ઈવ એમ છે. બંનેએ માત્ર 8 મિનીટની અંદર ઈનસાઈટના મંગળ પર પહોંચી જવાની માહિતી આપી હતી. નાસાએ આ સમગ્ર મિશનનું લાઇવ કવરેજ કર્યું હતું. ઈનસાઈટ પહેલા 2012માં નાસાના ક્યુરિયોસિટી યાનને મંગળ પર લેન્ડિંગ કર્યું હતું. નાસાનું આ યાન સિસ્મોમીટરની મદદથી મંગળની આંતરિક પરિસ્થિતિઓનું રિસર્ચ કરશે. તેનાથી વૈજ્ઞાનિકોને એ સમજવામાં મદદ મળશે કે મંગળ ગ્રહ પૃથ્વીથી કેટલો અલગ છે. 



ઈનસાઈટ લેન્ડરની ખાસિયત : 


  • તેનું આખુ નામ ઈન્ટીરિયર એક્સપ્લોરેશન યુઝિંગ સિસ્મિક ઈન્વેસ્ટિગેશન છે

  • માર્સ ઈનાસાઈટ લેન્ડરનું વજન 358 કિલો છે

  • સૌર ઉર્જા અને બેટરીથી ચાલનાર યાન

  • 26 મહિના સુધી કામ કરવા માટે ડિઝાઈન કરાયું છે

  • કુલ 7000 કરોડનું મિશન

  • આ મિશનમાં યુએસ, જર્મની, ફ્રાન્સ અને યુરોપ સહિત 10 દેશોના વૈજ્ઞાનિકોને સામેલ કરાયા 

  • તેનું મુખ્ય ઉપકરણ સિસ્મોમીટર છે, જેને ફ્રાન્સીસી અંતરિક્ષ એજન્સીએ બનાવ્યું છે. લેન્ડિંગ બાદ રોબોટિક આર્મ મંગળની સપાટી પર સેસ્મોમીટર લગાવશે.

  • બીજુ મુખ્ય ટુલ સેલ્ફ હેમરિંગ છે, જે ગ્રહની સપાટીમાં ઉષ્માના પ્રવાહને નોંધશે

  • ઈનસાઈટની મંગળના વાતાવરણમાં પ્રવેશ દરમિયાન અનુમાનિત ગતિ 12 હજાર 300 મીલ પ્રતિ કલાક રહી


ઈનસાઈટ પ્રોજેક્ટના મુખ્ય વૈજ્ઞાનિક બ્રૂસ બેનર્ટનું કહેવું છે કે, તે એક ટાઈમ મશીન છે, જે એ માલૂમ કરશે કે 4.5 અરબ વર્ષ પહેલા મંગળ, ધરતી અને ચંદ્ર જેવા પથરીલા ગ્રહ કેવી રીતે બન્યા.