નવાઝ શરીફના પુત્રનો ગંભીર આરોપઃ મારા પિતાને જેલમાં ઝેર અપાયું છે
ડોન ન્યૂઝ અનુસાર હુસેન નવાઝે લંડનમાં ટ્વીટ કરી છે કે, `ઝેરના લક્ષણ છે. જો નવાઝ શરીફને કંઈ પણ થશે તો તેમે જાણો છો કે તેના માટે કોણ જવાબદાર છે.`
લંડનઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તબિયત અત્યારે ગંભીર છે અને હવે તેમના પુત્રએ તેમના પિતાને જેલમાં ઝેર આપવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ લાગાવ્યો છે. સમાચાર પત્ર ડોન અુસાર નવાઝશરીફ વર્તમાનમાં ભ્રષ્ટાચારના આરોપો હેઠળ લાહોરની કોટ લખતપ જેલમાં કેદ છે. તેમના પુત્ર હુસેન નવાઝે લંડનમાં આરોપ લગાવ્યો છે કે, તેના પિતાના શરીરમાં પ્લેટલેટ્સ ઘટી જવાનું કારણ ઝેર આપવું પણ હોઈ શકે છે.
નવાઝ શરીફના શરીરમાં માત્ર 15,000 પ્લેટલેટ્સ, હાલત સ્થિર હોવાનો દાવો
ડોન ન્યૂઝ અનુસાર હુસેન નવાઝે લંડનમાં ટ્વીટ કરી છે કે, "ઝેરના લક્ષણ છે. જો નવાઝ શરીફને કંઈ પણ થશે તો તેમે જાણો છો કે તેના માટે કોણ જવાબદાર છે."
PoKમાં પાકિસ્તાન વિરૂદ્ધ પ્રદર્શન, પોલીસ ફાયરિંગમાં 2ના મોત, 100થી વધુ ઘાયલ
મંગળવારે આવેલા તેમના મેડિકલ રિપોર્ટ્સ અનુસાર નવાઝ શરીફના પ્લેટલેટ્સ કાઉન્ટ 16,000થી ઘટીને 2000ની નાજુક સ્થિતિમાં પહોંચી ગયા હતા. સોવવારે રાત્રે તેમને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે મેડિકલ બોર્ડના સભ્યોએ તેમને બચાવવા માટે તાત્કાલિક પ્લેટલેટ્સ ચડાવી હતી. અત્યાર સુધી પ્લેટલેટ્સના ત્રણ યુનિટ શરીફને ચડાવાયા છે.
જુઓ LIVE TV....