નેપાળમાં કોલેજના વિદ્યાર્થીઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 23ના દર્દનાક મોત
નેપાળમાં કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો શિક્ષણ પ્રવાસથી પાછા ફરી રહ્યાં હતાં ત્યારે બસ પર્વતની ઘાટીવાળા રસ્તામાં લપસીને એક ખાઈમાં ખાબકતા 23 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે 14 લોકો ઘાયલ થયા છે. આ બસ સલ્યાન જિલ્લામાં કપૂરકોટથી પાછી ફરી રહી હતી.
કાઠમંડૂ: નેપાળમાં કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો શિક્ષણ પ્રવાસથી પાછા ફરી રહ્યાં હતાં ત્યારે બસ પર્વતની ઘાટીવાળા રસ્તામાં લપસીને એક ખાઈમાં ખાબકતા 23 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે 14 લોકો ઘાયલ થયા છે. આ બસ સલ્યાન જિલ્લામાં કપૂરકોટથી પાછી ફરી રહી હતી.
જિલ્લા પોલીસ કાર્યાલયના જણાવ્યાં મુજબ બસમાં કુલ 37 લોકો સવાર હતાં. જેમાંથી 34 વિદ્યાર્થીઓ, બે શિક્ષકો અને એક બસ ડ્રાઈવર હતાં. આ બસ રાજધાની કાઠમંડૂથી લગભગ 400 કિલોમીટર દૂર રમરી ગામ પાસે રસ્તામાં લપસી જઈને લગભગ 700 મીટર ઊંડી ખાઈમાં ખાબકી. અકસ્માતમાં પાંચ યુવતીઓ સહિત 14 લોકો ઘાયલ થયા છે.
કાઠમંડૂ પોસ્ટના અહેવાલ મુજબ કૃષ્ણ સેન ઈચ્છુક પોલિટેક્નિક ઈન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ અને શિક્ષકો વનસ્પતિ વિજ્ઞાન પ્રોજેક્ટ માટે એક ખેતરની મુલાકાતે ગયા હતાં.
(વિસ્તૃત અહેવાલની રાહ જુઓ...)