કાઠમંડૂ: નેપાળ (Nepal) ને ભારત વિરુદ્ધ ભડકાવતા રહેતા ચીન (China) ના રાજદૂત હાઓ યાંકી (Hou Yanqi) ને મોટો ઝટકો લાગ્યો છે. ચીની રાજદૂત હવે નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી અને રાષ્ટ્રપતિને સીધી રીતે મળી શકશે નહીં. હકીકતમાં નેપાળના વિદેશ મંત્રાલયે વિદેશી રાજનયીકો માટે નિયમોમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. જે મુજબ હવે કોઈ પણ ફોરેન ડિપ્લોમેટ કોઈ પણ નેતા સાથે સીધી મુલાકાત કરી શકશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Good News!: ઘરમાં એકદમ સરળતાથી મળી રહેતી આ એક વસ્તુ કરી શકે છે જીવલેણ કોરોનાનો નાશ 


આ માટે બીજા દેશોની જેમ એક નિર્ધારિત પ્રક્રિયા કે પ્રોટોકોલ અને ચેનલ રહેશે. રિપોર્ટ્સ મુજબ કેટલાક મહિનાથી નેપાળમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે. આ દરમિયાન ચીનના રાજદૂત હાઓ યાકીએ સત્તાધારી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (એનસીપી)ના અનેક નેતાઓ ઉપરાંત રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારી સાથે પણ સીધેસીધી મુલાકાત કરી હતી. ઓલીની સત્તા બચાવવા માટે રાત દિવસ એક કરનારા ચીનના રાજદૂત હાઓ યાંકી વિરુદ્ધ નેપાળમાં રસ્તાઓથી લઈને રાજકીય ગલિયારામાં વિરોધ વધી ગયો હતો. 


દુનિયામાં કોરોનાથી હાહાકાર, પણ ચીને 'બંધબારણે' પોતાના લોકોને રસી આપવાની શરૂ કરી દીધી!


કહેવાય છે કે દેશમાં ઉઠેલા આ વિરોધથી ચોંકી ગયેલી ઓલી સરકારે આ પગલું લેવા માટે મજબૂર થવું પડ્યું છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં કામ કરી ચૂકેલા હાઓ યાંકીએ નેપાળના પ્રધાનમંત્રીથી લઈને સેના પ્રમુખ સુદ્ધાને પોતાના ઈશારા પર ચાલવા માટે મજબૂર કરેલા છે. સટાસટ ઉર્દૂ બોલતા હાઓ હાલ નેપાળમાં ભારત અને અમેરિકા વિરુદ્ધ ચીની એજન્ડાને સેટ કરવામાં કામે લાગેલા છે. 


Modi સરકાર વિશે ગ્લોબલ ટાઈમ્સના સર્વેક્ષણમાં થયો એવો ખુલાસો...જિનપિંગને લાગશે આંચકો 


ચીની રાજનયિકોની નવી પેઢી સાથે સંબંધ ધરાવતી વુલ્ફ વોરિયર હાઓએ ખુબ જ ઓછા સમયની અંદર નેપાળના સત્તાના ગલિયારામાં જોરદાર પકડ જમાવી દીધી છે. તેમની કોશિશ છે કે કોઈ પણ રીતે નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીને ઓલીના સમર્થનમાં ઊભી રાખવામાં આવે જે હાલ ભારત વિરુદ્ધ સતત અનેક નિર્ણયો લઈ ચૂક્યા છે. એટલું જ નહીં ઓલી સરકારે ચીની રાજદૂતના ઈશારે અમેરિકાથી મળનારી 50 કરોડ ડોલરની મદદ ઉપર પણ ઠંડું પાણી રેડી દીધુ હતું. 


વાત જાણે એમ છે કે ચીનને એવું લાગે છે કે ઓલી જ એ હુકમનો એક્કો છે જે નેપાળમાં ભારત અને અમેરિકાના પ્રભાવને ખતમ કરવામાં ઉપયોગમાં લઈ શકાય છે. ઓલી પણ છેલ્લા કેટલાક દિવસથી સતત ચીની રાજદૂતના ઈશારે ભારત વિરુદ્ધ ઝેર ઓકતા હતાં. તેમની કોશિશ છે કે ભારત વિરુદ્ધ નિવેદનો આપીને તથા પગલાં ભરીને ચીનને ખુશ રાખવું. જેથી તેમની સત્તા પણ બચી રહેશે. 


'nudist' City નામથી મશહૂર આ રિસોર્ટ બન્યો કોવિડ-19નું નવું હોટસ્પોટ, લોકો કપડાં વગર ઘૂમે છે!


આ બાજુ ભારતના આકરા વલણ બાદ ઓલીના સૂર બદલાયા છે. ઓલીએ ભારતના સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન પણ કર્યો હતો. આ દરમિયાન ભારત-નેપાળ સંબંધો વધારવા પર ભાર મૂક્યો હતો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube