નવી દિલ્હી : નેપાળ અને ભારતની વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદમાં નેપાળ તરફથી વધારે એક વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે. નેપાળ સરકારે નેપાળ પ્રવેશ કરવા માટે ખુલી સીમાઓને બંધ કરવા અને સરકાર દ્વારા નિર્ધારિત સીમા ક્ષેત્રથી નેપાળમાં એન્ટ્રી આપવાનો નિર્ણય લીધો છે. ભારતની સાથે તણાવને જોતા નેપાળે પોતાનાં સીમા વિસ્તારમાં સેનાની તહેનાતીને પણ મંજુરી આપી છે. એવું પહેલીવાર થઇ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વન નેશન વન કાર્ડ: ગરીબો માટે કાલથી ચાલુ થઇ રહી છે અદ્ભુત વ્યવસ્થા, 67 કરોડ લોકોને મળશે ફાયદો

નેપાળ અને ભારતની વચ્ચે લગભગ 1700 કિલોમીટરની ખુલી સીમા છે. અત્યાર સુધી નેપાળ આવનારા નેપાળ આવનારા ભારતીય નાગરિકોને રોક ટોક વગર પોતાની સુવિધા અનુસાર આ ખુલી સીમાઓથી એન્ટ્રી મળતી હતી. નેપાળ સરકાર દ્વારા હાલનાં નિર્ણયથી હવે માત્ર નિર્ધારિત સીમાથી જ નેપાળમાં પ્રવેશ કરવાની પરવાનગી મળશે.


આ દેશના વડાપ્રધાને બનાવ્યા સમોસા, કહ્યું PM મોદી સાથે શેર કરવા ઇચ્છીશ

નેપાળનાં કાયદા મંત્રી શિવા માયા તુંબામફેએ (Shiva Maya Tumbahamphe) રવિવારે વિવાદિત નવા નક્શા મુદ્દે સંશોધિત વિધેયક નેપાળી સંસદમાં રજુ કર્યું. આ પહેલા શનિવારે નેપાળની સરકાર દ્વારા સંસદમાં પ્રસ્તુત કરવામાં આવેલા વિધેયક અંગે મુખ્ય વિપક્ષી દળ નેપાળી કોંગ્રેસે શનિવારે ચર્ચા કરી અને તેના પક્ષમાં મત આપવાનો નિર્ણય કર્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, નેપાળનાં નવા નક્શામાં ભારતનાં કેટલાક હિસ્સાને નેપાળનો હિસ્સો દેખાડવામાં આવ્યો છે.


કેજરીવાલ સરકારની કેન્દ્રને અપીલ- પગાર આપવાના પૈસા નથી, 5 હજાર કરોડની તત્કાલ કરો મદદ

આ અંગે સાનેપામાં પાર્ટી મુખ્યમથકમાં કેન્દ્રીય કાર્યકારીણી સમિતિ (CWC) ની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો. કાઠમંડુ પોસ્ટનાં સીડબલ્યુસી સભ્ય મિન વિશ્વકર્માનાં હવાલાથી કહ્યું કે, આ વિધેયકને જ્યારે મતદાન માટે પ્રસ્તુત કરવામાં આવશે પાર્ટી તેનું સમર્થન કરશે. નેપાળી કોંગ્રેસનાં સુત્રો અનુસાર CWC ની બેઠકમાં મુકાયેલા પ્રસ્તાવ તે સંવિધાન સંશોધન વિધેયક સંબંધિત છે. જેમાં સંવિધાનનો અનુચ્છેદ 9(બે) સાથે સંબંધિત ત્રીજી અનુસુચીમાં રહેલા રાજનીતિક નક્શામાં સંશોધન કરવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube